Pradhan Mantri Awas Yojana Goverment approves 56368 new Home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • PM Awas: 56 હજારથી વધુ લોકોને મળશે નવા ઘર, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

PM Awas: 56 હજારથી વધુ લોકોને મળશે નવા ઘર, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

 | 2:19 pm IST
  • Share

કેન્દ્ર સરકાર(Centre Goverment)એ સસ્તુ ઘર ખરીદવાળા લોકો માટે ખુશખબરી આપી છે. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ 56368 નવા ઘર બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. સેન્ટ્રલ સેક્શનિંગ એન્ડ મોનિટરિંગ કમિટીની આ 53મી બેઠક હતી. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે 2022 સુધીમાં દેશમાં બધા લાભાર્થીઓને પાકા મકાન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ બેઠકમાં 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાય પ્રતિનિધિ સામેલ હતા.

કેન્દ્રીય આવાસ અને શહેરીકાર્ય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે, 2022 સુધી એક કરોડ 12 લાખ ઘરોની કુલ માગમાંથી લગભગ એક 11 લાખ ઘરોની મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, 73.10 લાખ ઘરોના પાયાનું કામ પુરૂ થઈ ગયું છે અને 42.70 લાખ ઘરો લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા છે.

2022 સુધીમાં પાકા ઘર આપવાનું વચન

તમને જણાવી દઈએ કે મોદી સરકારે વર્ષ 2022 સુધીમાં દેશના બધા પરિવારોને પાકા મકાન આપવાનું વચન આપ્યું છે. સરકારની આ યોજનાની શરૂઆત 25 જૂન 2015માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારે 1 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ સરકાર જે રીતે કામ કરી રહી છે તેનાથી 2022 પહેલા જ લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે.

LHPs હેઠળ આ શહેરમાં ચાલી રહ્યું છે ઘરોનું કામ

આ બેઠકમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ(LHPs) અને ડેમોન્સટ્રેશન હાઉસિંગ પ્રોજેક્ટ(DHPs)ના કામની પણ સમીક્ષા કરવામાં આવી હતી. LHPsનો પાયો પ્રધાનમંત્રી મોદીએ 1 જાન્યુઆરી 2021ના રોજ નાખ્યો હતો. જણાવી દઈએ કે LHPs હેઠળ ઘરોનું નિર્માણ લખનઉ, રાંચી, રાજકોટ, અગરતલા, ચેન્નાઈ અને ઈન્દોરમાં ચાલી રહ્યું છે.

આ વીડિયો પણ જૂઓ: સુરત વોર્ડ નંબર – 14માં ભાજપ પેનલની જીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન