Pradhuman: There is no religion or any party in the Gujarat assembly
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: લ્યો સાંભળો! નેતાની અસલી ઓળખ નેતાના જ મુખેથી, ગુજરાત રાજકારણમાં ભૂકંપના ઝાટકા!

VIDEO: લ્યો સાંભળો! નેતાની અસલી ઓળખ નેતાના જ મુખેથી, ગુજરાત રાજકારણમાં ભૂકંપના ઝાટકા!

 | 3:00 pm IST

કોંગ્રેસમાંથી ભાજપમાં જવા ઇચ્છુક કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુરુવારે ભૂજ ખાતે જે કહ્યું તે સાંભળીને બધા ખળભળી ઉઠ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, ‘ગુજરાત વિધાનસભામાં આવનાર કોઈ ધર્મ કે કોઈ પક્ષનો નથી, કોઇ કોઇનું નથી, સૌ ધંધાદારીઓ છે, પોતાના ધંધાનું વિચારે છે આ હકીકત છે અહીંયા.’ સામાન્ય રીતે કોંગ્રેસના પ્રતિનિધિઓ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપતાં નથી પરંતુ આ ધારાસભ્ય અનેકવાર સરકારી કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે.

ભાજપમાં જવા માટે થનગનતા આ ધારાસભ્ય અત્યારે નિરાશ થયા છે, કારણ કે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પેરાશૂટોની ભાજપમાં હાર થઈ હોવાથી, ભાજપ અત્યારે નવા કોંગ્રેસી ધારાસભ્યને પોતાના પક્ષમાં એન્ટ્રી આપે તેમ નથી, આમ નિરાશામાં ધારાસભ્ય જાડેજાના આ શબ્દોએ રાજકીય વર્તુળોમાં ગણગણાટ પેદા કર્યો છે.

કચ્છના અબડાસામાંથી ચૂંટાયેલા કોંગ્રેસનાં ધારાસભ્ય અગાઉ ભાજપ સરકારની ભક્તિ કરી ચૂક્યા છે અને હવે નિરાશામાં છે. ધારાસભ્ય કેવા હોય એમ કહીને પોતાની ઓળખ તેમણે જાહેર કરી હતી. ભુજ ખાતે અદાણી જૂથ સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં આરોગ્યની અપૂરતી સેવાઓ મળતી હોવાનાં વિરોધમાં ધરણાના કાર્યક્રમ પ્રવચન દરમિયાન તેમણે આ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન