NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પ્રદ્યુમ્નની હત્યા કરી નથી, CBIએ દબાણથી કબુલાવ્યું : સગીર આરોપી

પ્રદ્યુમ્નની હત્યા કરી નથી, CBIએ દબાણથી કબુલાવ્યું : સગીર આરોપી

 | 4:49 am IST

નવી દિલ્હી, તા.૧૪

દેશભરમાં ચકચારી બનેલા રાયન હત્યા કેસમાં ધોરણ બેના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરની હત્યાના આરોપસર ઝડપાયેલા સગીર આરોપીએ ગુલાંટ લગાવતાં નવો વળાંક આવ્યો છે. પ્રદ્યુમ્નની હત્યાના આરોપનો સામનો કરી રહેલા સગીર વિદ્યાર્થીએ આરોપ મૂક્યો છે કે, સીબીઆઇએ તેની પાસે બળજબરીથી હત્યાની કબુલાત કરાવી છે. સામાજિક તપાસ માટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલ જિલ્લા બાળસંરક્ષણ એકમના કાયદા અધિકારી અને સીબીઆઇ અધિકારીઓની ટીમને તેણે જણાવ્યું હતું કે, તપાસકર્તાઓએ મારી પાસે બળજબરીથી ગુનો કબૂલ કરાવ્યો છે. તેમણે મને માર માર્યો હતો અને તેમના શબ્દોમાં લખાયેલું નિવેદન નોંધ્યું હતું. આ આરોપો પર સીબીઆઇના પ્રવક્તાએ ટિપ્પણીનો ઇનકાર કરી દીધો હતો.

ધોરણ ૧૧ના સગીર વિદ્યાર્થીએ આરોપ મૂક્યો હતો કે, સીબીઆઇના તપાસકર્તાઓએ મને ધમકી આપી હતી કે, જો હું અપરાધ કબૂલ નહીં કરું તો તેઓ મારા ભાઇની હત્યા કરી નાખશે.

પોલીસ સમક્ષ કરેલી કબુલાત પુરાવો ગણાતી નથી

કાયદાના નિષ્ણાતો કહે છે કે, પોલીસ અધિકારી સમક્ષ કરેલી ગુનાની કબુલાત પુરાવા તરીકે માન્ય ગણાતી નથી પરંતુ આવી જુબાનીના આધારે અપરાધ સાથે સંકળાયેલો કોઇ પુરાવો મળી આવે તો અદાલત તેના પર ધ્યાન આપે છે. તેમ છતાં પણ તપાસ એજન્સીએ પુરવાર કરવું પડે છે કે આરોપી સામેનો કેસ શંકાથી પર છે.

આરોપી વિદ્યાર્થીની હવે નવી કહાણી

આરોપી વિદ્યાર્થીએ તેની મુલાકાતે ગયેલી ટીમને જણાવ્યું હતું કે, પહેલાં તો હું મારી દાદીના શ્રાદ્ધની પૂજા માટે નજીકના મંદિરમાં ગયો હતો. ત્યાંથી સવારે ૮ કલાકે શાળામાં પહોંચ્યો હતો. મેં મારા મિત્રને જોયો અને તેણે મને ઊભા રહેવા કહ્યું. તેથી હું વોટર કૂલર પાસે રોકાયો હતો. બે મિનિટ બાદ મારો મિત્ર ન આવતાં હું મ્યુઝિક રૂમમાં ટીચરને મળવા ગયો હતો. પરંતુ મ્યુઝિક રૂમ પર તાળું મારેલું હતું તેથી હું ફરી મારા મિત્રને મળવા પહોંચ્યો હતો પરંતુ તે ત્યાં નહોતો. તેથી હું વોશરૂમમાં ગયો હતો. જ્યાં મેં પ્રદ્યુમ્નને લોહીની ઊલટી કરતાં જોયો હતો. હું બહાર દોડી ગયો અને માળી હરપાલ અને ટીચરને ઘાયલ બાળક અંગે જાણ કરી હતી.

;