prakash-javadekar-predicts-political-dhamaka-in-karnataka
  • Home
  • Featured
  • પ્રકાશ જાવડેકરે કર્ણાટકને લઇને કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- ‘જલ્દી થશે પોલિટિક્સ વિસ્ફોટ’

પ્રકાશ જાવડેકરે કર્ણાટકને લઇને કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- ‘જલ્દી થશે પોલિટિક્સ વિસ્ફોટ’

 | 6:51 pm IST

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ભવિષ્યવાણી કરી છે કે કર્ણાટકમાં જલ્દી ‘પોલિટિકલ વિસ્ફોટ’ થનાર છે. તેની સાથે રાજ્યમાં કુમારસ્વામી સરકારને પાડવાની રણનીતિ શરૂ થઇ ગઇ છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જાવડેકરે દાવો કર્યો છે કે જેડી(એસ) અને કોંગ્રેસની વચ્ચે ‘ગઠબંધન’ જલ્દીથી ટૂટવાનું છે.

જાવડેકરે કહ્યું કે, અમે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવ્યા હતા, પરંતુ માત્ર સાત સીટો ઓછી હોવાના કારણે સરકાર બનાવવામાં અસફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે, જેડી(એસ) અને કોંગ્રેસ અવસરવાદી રાજનીતિ કરે છે. એટલા માટે તે ક્યારેય પણ રાજ્યને સ્થિર સરકાર આપી શકે તેમ નથી.

કર્ણાટકના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ રાજ્ય વિધાનસભાના શિયાળું સત્રની વાત કરતા કહ્યું કે, કેબિનેટ પોતાના સહયોગિયોઓના વિચારો પોતાના માથેથી નકારી રહી છે. કેબિનેટમાં આંતરિક વિખવાદ હોવાના કારણે આ સરકાર પતન તરફ જઇ રહી છે. હવે જોવાનું એ રહેશે કે બેલગાવીમાં ખનાર આગામી સત્ર સુધી આ સરકાર બહુમતમાં રહે છે કે નહીં.

વિધાનસભામાં વિપક્ષના લીડર અને બીજેપી નેતા કોટા શ્રીનિવાસ પુજારીએ દાવો કર્યો છે કે, કર્ણાટક સરકાર રાજ્ય કેબિનેટ મંત્રી રમેશ જર્કિહોલીને બદલી શકે છે. રમેશ સરકારના હિસાબથી ચાલી રહ્યા નથી. તેમણે કહ્યું કે, જો કોઇ પણ યોગ્ય વિચારની સાથે બીજેપીની પાસે પોતાનું દુ:ખ લઇને આવે છે, તો તેનું સ્વાગત છે.

સઉદામાં બુધવારે આયોજિત કેબિનેટની બેઠકથી રમેશ જર્કિહોલી હાજર ન રહેતા નારાજગીની અટકળો ફેલાઇ હતી, જ્યારે બીજેપીની ભવિષ્યવાણીને નકારતા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, બીજેપી ગત મહિનાથી ‘રાજનૈતિક ભૂચાલ’ આવવાનો સંકેત આપી રહી છે. તે માત્ર બૂમો પાડવાનું જાણે છે. અમારી સરકાર પ્રહાડની જેમ મજબૂત છે.