lok sabha election 2019 bengaluru central prakash raj unknown facts
  • Home
  • Featured
  • Photos: પોતાની ફી ખુદ નક્કી કરે છે પ્રકાશ રાજ, 6 વાર લાગી ચુક્યો છે પ્રતિબંધ

Photos: પોતાની ફી ખુદ નક્કી કરે છે પ્રકાશ રાજ, 6 વાર લાગી ચુક્યો છે પ્રતિબંધ

 | 9:42 am IST

વિલનનાં રોલ માટે પ્રખ્યાત સાઉથ ઈંડિયન એક્ટર પ્રકાશ રાજ આજે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તે કર્ણાટકની બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પ્રકાશ રાજની રાજકારણમાં ભલે હાલ જ એન્ટ્રી થઈ હોય પણ હંમેશા પોતાની વિચારધારાને કારણે ચર્ચામાં રહ્યા છે. તેમણે PM મોદીની જાહેરમાં આકરી ટીકા કરી હતી.

પ્રકાશ રાજ પોતાની દમદાર એક્ટીંગના કારણે જાણીતા છે. તેમણે મોટાભાગે ફિલ્મોમાં નેગેટિવ રોલ નિભાવ્યો છે. શરૂઆતની કેરિયરમાં પ્રકાશ રાજે સતત સ્ટેજ પર કામ કર્યુ. તેમને આ કામ માટે મહીનાના 300 રૂપિયા મળતા હતા.

પ્રકાશ રાજે 1994માં લલીતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. તેમને 1 પુત્ર અને 2 પુત્રીઓ છે. 2009માં તેમના તલાક થઈ ગયા. 2010માં પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા.આ લગ્નથી તેમને એક પુત્ર છે.

પ્રકાશ રાજ કન્નડ, તમિલ, તેલુગૂ, મલયાલમ, મરાઠી, હિંદી અને ઈંગ્લિશ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પ્રકાશ રાજને 1998માં મણિરત્નમની ફિલ્મ ઈરૂવર માટે બેસ્ટ સપોર્ટિગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 5 વાર નેશનલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન