RSSના મંચ પરથી પ્રણવ દાએ કહ્યું કે રાષ્ટ્રવાદ કોઇ ધર્મ કે ભાષામાં વહેંચાયેલ નથી - Sandesh
  • Home
  • Featured
  • RSSના મંચ પરથી પ્રણવ દાએ કહ્યું કે રાષ્ટ્રવાદ કોઇ ધર્મ કે ભાષામાં વહેંચાયેલ નથી

RSSના મંચ પરથી પ્રણવ દાએ કહ્યું કે રાષ્ટ્રવાદ કોઇ ધર્મ કે ભાષામાં વહેંચાયેલ નથી

 | 9:13 pm IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના બહુપ્રતિક્ષિત ભાષણમાં રાષ્ટ્રવાદ પર એક લાંબી વાત કહી. પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી કે તેઓ નેશન (દેશ), નેશનાલિઝમ (રાષ્ટ્રવાદ) અને પેટ્રિયોટિઝ્મ (દેશભક્તિ) પર વાત કરવા આવ્યા છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે રાષ્ટ્રવાદ કોઇ ધર્મ કે ભાષામાં વહેંચાતો નથી. પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના ભાષણમાં ભારતીય રાજ્યને પ્રાચીન મહાજનપદો, મૌર્ય, ગુપર્ત, મોગલ, અને બ્રિટિશ શાસનમાંથી થઇ આઝાદ ભારત સુધી લઇને આવ્યા. મુખર્જીએ પોતાના ભાષણમાં તિલક, ટાગોર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ સહિત બીજા વિદ્વાનોને ક્વોટ કરતાં રાષ્ટ્રવાદ અને દેશ પર પોતાના વિચારો રજૂ કર્યા.

આપને જણાવી દઇએ કે પ્રણવ મુખર્જીના સંઘના કાર્યક્રમમાં સામેલ થવાને લઇ એક મોટો રાજકીય વિવાદ ઉભો થયો હતો. કૉંગ્રેસના કેટલાંય નેતાઓએ મુખર્જીને સંઘના કાર્યક્રમમાં સામેલ ન થવાની ભલામણ કરી હતી. પ્રણવ મુખર્જીની દીકરી અને કૉંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પણ કંઇક આવી જ અપીલ કરી હતી. તેમ છતાંય મુખર્જી કાર્યક્રમમાં સામેલ થયા અને દેશભક્તિ પર એક લાંબું વ્યાખ્યાન આપ્યું. સંઘના કાર્યક્રમમાં હાજર સ્વંયસેવકોને સંબોધિત કરતાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે તમે લોકો અનુશાસિત અને ટ્રેન્ડ છો. શાંતિ અને સૌહાર્દ માટે કામ કરો.

પૂર્વ રાષ્ટ્રપતિ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે ધર્મ, મતભેદ, અને અસહિષ્ણુતાથી ભારતને પરિભાષિત કરવાના દરેક પ્રયાસ દેશને નબળો બનાવશે. મુખર્જીએ કહ્યું કે અસહિષ્ણુતા ભારતીય ઓળખને નબળી બનાવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ઓળખ અને ભારતીય રાષ્ટ્રવાદ સાર્વભૌમિકતા અને સહ-અસ્તિત્વથી ઉભી થાય છે.

પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં પ્રાચીન ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણો સમજા શરૂ થી ખુલ્લો રહ્યો છે. સિલ્ક અને સ્પાઇસ રૂટ જેવા માધ્યમોથી સંસ્કૃતિ, વિચારો સૌનું આદાન-પ્રદાન થયું. મુખર્જીએ કહ્યું કે ભારતથી થઇને હિન્દુત્વના પ્રભાવવાળા બૌધ ધર્મ સેન્ટ્રલ એશિયા, ચીન સુધી પહોંચ્યો. તેમણે મેગસ્થનીજ, ફાહયાન જેવા વિદેશ યાત્રીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ તમામે પ્રાચીન ભારતના પ્રશાસન અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રકચરના વખાણ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિએ પ્રાચીન ભારતની એજ્યુકેશન સિસ્ટમનો ઉલ્લેખ કરતાં તક્ષશિલા અને નાલંદાના નામ લીધા અને કહ્યું કે પ્રાચીન ભારતની યુનિવર્સિટી સિસ્ટમે દુનિયા પર રાજ કર્યું.

યુરોપીયન રાષ્ટ્રવાદથી પ્રાચીન આપણો રાષ્ટ્રવાદ: પ્રણવ મુખર્જીએ કહ્યું કે 17મી સદીમાં વેસ્ટફેલિયાના કરાર બાદ અસ્તિત્વમાં આવેલા યુરોપીયન રાજ્યો કરતાં પણ પ્રાચીન આપણો રાષ્ટ્રવાદ છે. તેમણે કહ્યું કે યુરોપિયન વિચારોથી અલગ ભારતનો રાષ્ટ્રવાદ વસુધૈવ કુંટુંબકમ પર આધારિત છે અને આપણે આખી દુનિયાને એક પરિવાર તરીકે જોઇએ છીએ. મુખર્જીએ કહ્યું કે આપણા દેશની રાષ્ટ્રીય ઓળખ કોણ ખાસ ધર્મ, ભાષા કે સંસ્કૃતિથી ના થઇ શકે.

મુખર્જીએ પ્રાચીન ભારતમાં મહાજનપદથી શરૂ કરી દેશની એકતાનો ઉલ્લેખ કર્યો. આ ક્રમમાં તેમણે મૌર્ય, ગુપ્ત, મુસ્લિમ, કંપની અને બ્રિટશ શાસનના સમયના ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો. મુખર્જીએ કહ્યું કે આ બધાની વચ્ચે એક વાત યાદ રાખવી જોઇએ કે 2500 વર્ષ સુધી સતત શાસન બદલાતા રહ્યા પરંતુ 5000 વર્ષ જૂની આપણી સભ્યતા તૂટી નથી, બચી રહી. મુખર્જીએ ટાગોરની પંક્તિઓને યાદ કરતાં કહ્યું કે માનવતાની ન જાણી કેટલીય ધારાઓ પૂરા વિશ્વમાંથી આવી અને એ મહાસાગરમાં સમાય ગઇ જેને આપણે ભારત કહીએ છીએ.

પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રવાદ અને દેશભક્તિના સંદર્ભમાં આઝાદીથી પહેલાં કૉંગ્રેસના પ્લેટફોર્મથી સુરેંદ્ર નાથ બેનર્જીના અધ્યક્ષીય ભાષણ, તિલકના સ્વરાજ, ગાંધીના રાષ્ટ્રવાદ અને નહેરૂના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે નહેરૂએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારતનો રાષ્ટ્રવાદ હિન્દુ, મુસ્લિમ, શીખ, અને બીજા તમામ ગ્રૂપોમાંથી મળીને બને છે. પૂર્વ રાષ્ટ્રપતિએ આઝાદી બાદ રાષ્ટ્રીય એકીકરણ અને રાષ્ટ્રવાદમાં સરદાર પટેલના પ્રયાસોને પણ યાદ કર્યા.

મુખર્જીએ કહ્યું કે આઝાદી બાદ મળેલ લોકતંત્ર આપણા માટે ગિફ્ટ નથી. ભારતીય સંવિધાન માત્ર પ્રશાસન માટે નથી પરંતુ કોરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિ છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું. આપણે સંપ્રભુ લોકતાંત્રિક રાજ્યમાં વિશ્વાસ કર્યો. આપણે ત્યાં સંવૈધાનિક દેશભક્તિ છે. મુખર્જીએ કહ્યું કે એ મહાન આશ્ચર્ય છે કે 1.3 અબજ લોકો, જે 122થી વધુ ભાષાઓ બોલો છે, 1600 બોલીઓનો ઉપયોગ કરે છે. સાત મુખ્ય ધર્મોની પ્રેક્ટિસ કરે છે અને ત્રણ પ્રમુખ જાતીય ગ્રૂપમાંથી આવે છે, એક સિસ્ટમ, એક ઝંડો, અને એક ઓળખ ભારતીયતાના આધીન રહે છે.

મુખર્જીએ કહ્યું કે ધર્મનિરપેક્ષતા આપણા વિશ્વાસની વાત છે. આપણે ચર્ચા કરીએ છીએ કે સંવાદ જરૂરી છે. સમસ્યાઓના સમાધાનની સમજ વાતચીતથી વિકસિત થશે. મુખર્જીએ કહ્યું કે આજે આપણી ચારેયબાજુ હિંસા વધી રહી છે. સામાજિક તણાવ તૂટી રહ્યા છે, આપણે હિંસા જોઇ રહ્યા છીએ. આપણે લોકોને પબ્લિક ડિસ્કોર્સને હિંસાથી મુકતા કરાવા પડશે. અહિંસાવાળો સમાજ જ લોકોની લોકતંત્રમાં ભાગીદારી સુનિશ્ચિત કરશે. મુખર્જીએ કહ્યું કે દેશના અર્થતંત્રને ઝડપથી વધારી રહ્યા છે પરંતુ નાગરિકોને ખુશી મળી રહી નથી. આપણે હેપીનેસ રેન્કિંગમાં 133મા નંબર પર છીએ.