પ્રણવ મુખર્જીએ RSSના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ અડવાણીએ તોડ્યું મૌન - Sandesh
  • Home
  • Featured
  • પ્રણવ મુખર્જીએ RSSના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ અડવાણીએ તોડ્યું મૌન

પ્રણવ મુખર્જીએ RSSના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ અડવાણીએ તોડ્યું મૌન

 | 5:26 pm IST

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં સામેલ હોવાને લઈને બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને પોતાની ચૂપકી તોડી છે. તેમને નાગપુર સ્થિત RSS કાર્યાલયમાં મુખર્જીનું આવવું અને રાષ્ટ્રવાદ પર તેમના સંબોધનને દેશના સમકાલીન ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના ગણાવી છે. દશકો સુધી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા RSS અને તેમના પ્રમુખ મોહન ભાગવતનું આમંત્રણ સ્વીકાર કરવા માટે અડવાણીએ તેમની પ્રશંસા કરી હતી.

RSSના આજીવન સ્વસંસેવક અને બીજેપીના દિગ્ગજ નેતાએ કહ્યું કે, તેમનું માનવું છે કે મુખર્જી અને ભાગવતે વૈચારિક સંબદ્ધતાઓ અને મતભેદોથી આગળ વધીને સંવાદનું એક પ્રશંસનીય ઉદાહરણ સામે રાખ્યું છે. એક નિવેદનમાં તેમને કહ્યું, બન્ને નેતાઓએ ભારતની એકતાની જરૂરતને રેખાંકિત કરી છે જે વિવિધતાઓનો સ્વીકાર અને સમ્માન કરે છે.

તમને જણાવી દઈએ કે, અડવાણી લાંબા સમય સુધી બીજેપીના અધ્યક્ષ રહ્યા છે. તેમને ભાગવતના નેતૃત્વમાં RSSનો વિસ્તાર અને સંવાદ મારફતે દેશના તમામ વર્ગો સુધી પહોંચ બનાવવા ગંભીર પ્રયાસો પર પ્રસન્નતા જાહેર કરી હતી. તેમને વધુમાં કહ્યું કે, એક બીજા પ્રતિ સમ્માનની ભાવનાની સાથે આ પ્રકારનો ખુલ્લો સંવાદ નિશ્ચિત રૂપે સહિષ્ણુતા, સદ્ધાવ અને સહયોગનો માહોલ પેદા કરવામાં મદદ કરશે, જેની ઘણી જરૂરત છે.

મુખર્જીની પ્રશંસા કરતા અડવાણીએ તેમનીસાથે પોતાના સંબંધોને યાદ કરતા જણાવ્યું કે, RSSના આમંત્રણને સ્વીકાર કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ સદભાવનાનો પરિચય આપ્યો હતો. તેમને કહ્યું, સાર્વજનિક જીવનમાં લાંબા અનુભવ અને તેમને પોતાના સ્વભાવને મિલાવીને એક એવું સ્ટેટ્સમેન બનાવી દીધું છે જે દ્દઢતાપૂર્વક એવું માને છે કે તમામ વૈચારિક અને રાજનૈતિક પૃષ્ઠભૂમિના લોકોની વચ્ચે સંવાદ અને સહયોગ ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન