પ્રાંતિજમાં દારૂ પીને મહિલાએ રોડ વચ્ચે કર્યું એવું કે.. જોનારાને આવી જાય શરમ - Sandesh
NIFTY 10,831.85 +14.85  |  SENSEX 35,353.38 +93.09  |  USD 63.7000 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પ્રાંતિજમાં દારૂ પીને મહિલાએ રોડ વચ્ચે કર્યું એવું કે.. જોનારાને આવી જાય શરમ

પ્રાંતિજમાં દારૂ પીને મહિલાએ રોડ વચ્ચે કર્યું એવું કે.. જોનારાને આવી જાય શરમ

 | 7:04 pm IST

કહેવાય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૃબંધી છે પણ દારૃબંધી માત્ર કહેવા પુરતી અને કાગળો ઉપર છે તેનો ઉત્તમ નમૂનો દેખ તમાશા ફ્રી મેં પ્રાંતિજ ખાતે જોવા મળ્યો. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા દારૃ પી જતાં ભાંખરિયા બસ સ્ટેન્ડ ઉપર તમાશો કર્યો હતો અને પોતે પ્રાંતિજ-તલોદ રોડ ઉપર સૂઈ જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આજુબાજુમાંથી પસાર થતાં લોકો પણ ફ્રી તમાશો જોવા ભેગા થઈ ગયા હતા. ત્યારે બીજી બાજુ રોડ ઉપર સૂઈ જતાં ટ્રાફિક જામ થઈ જતાં ટ્રાફિક હોમગાર્ડઝ જવાનો દોડી આવ્યા હતા અને મહિલાને રોડની સાઈડમાં કરી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો.