પ્રશાંત ભૂષણનો CM યોગીને પડકાર, BJP પ્રવક્તાએ આપ્યો જડબાતોડ જવાબ

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હવે સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાપક પ્રશાંત ભૂષણે એક ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકાર દ્વારા સક્રિય કરાયેલી એન્ટી રોમિયો સ્ક્વોર્ડ પર આકરા પ્રહાર કર્યા છે. એક ટ્વિટ કરીને તેમણે કહ્યું કે રોમિયોએ ફક્ત એક જ મહિલાને પ્રેમ કર્યો હતો જ્યારે કૃષ્ણ પ્રસિદ્ધ છેડતીબાજ હતાં. શું આદિત્યનાથમાં હિંમત છે કે તેઓ પોતાની નિગરાણી ટીમના સભ્યોને એન્ટી કૃષ્ણ સ્કવોર્ડના નામથી બોલાવશે. ભૂષણની આ ટિપ્પણીની ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે પ્રશાંત ભૂષણ પહેલા ભારતીય પરંપરાઓ અને મહાકાવ્યોનું અધ્યયન કરે અને ત્યારબાદ કઈ બોલે. એટલું જ નહીં ભાજપના પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ પણ તેમને ટ્વિટ કરીને જવાબ આપ્યો કે કૃષ્ણને સમજવા માટે પ્રશાંત ભૂષણે અનેક જન્મો લેવા પડશે.
https://twitter.com/pbhushan1/status/848362262913875968
પ્રશાંત ભૂષણે એક ટ્વિટ કરીને રોમિયો અને ભગવાન શ્રીકૃષ્ણની સરખામણી કરી. તેમણે લખ્યું કે રોમિયોએ પોતાના જીવનમાં ફક્ત એક જ યુવતીને પ્રેમ કર્યો હતો જ્યારે કૃષ્ણ તો અનેક યુવતીઓની છેડતી કરવા માટે પ્રસિદ્ધ છે. તેમણે વધુમાં લખ્યું કે શું મુખ્યમંત્રી આદિત્યનાથમાં હિંમત છે કે તેઓ પોતાની ટીમનું નામ એન્ટી કૃષ્ણ સ્ક્વોર્ડ રાખે? ભાજપના સંબિત પાત્રાએ ટ્વિટ કરીને જવાબ આપ્યો. કૃષ્ણને સમજવા માટે અનેક જન્મો લેવા પડશે. આટલું સરળતાથી કૃષ્ણને રાજકારણમાં ઢસડી લાવ્યાં તે દુ:ખની વાત છે.
कृष्ण को समझ ने में कई जन्म लेने पड़ेंगे।
कितने आसानी से कृष्ण को राजनीति में घसीट लाए।
दुःख की बात है। https://t.co/iYk5YkOqq1— Sambit Patra (@sambitswaraj) April 2, 2017
અત્રે જણાવવાનું કે યુપીમાં ચૂંટણી પહેલા ભાજપે સમગ્ર દેશમાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડની રચના કરવાનું વચન આપ્યું હતું. યોગી આદિત્યનાથે 19 માર્ચના રોજ શપથ લીધા બાદ તરત આ મુદ્દે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. સમગ્ર રાજ્યમાં પોલીસ ટીમે અભિયાન ચલાવ્યું અને યુવતીઓને પરેશાન કરનારાઓને પાઠ ભણાવ્યો.
જો કે આ દરમિયાન યુવક યુવતીઓની સાથે ગેરવર્તણૂંક, અને સાથે ફતા મહિલા અને પુરુષોને પરેશાન કરવાની ઘટનાઓ પણ સામે આવી. જેના કારણે અનેક લોકો આ એન્ટી રોમિયો સ્કવોર્ડ પર આપત્તિ જતાવી ચૂક્યા છે.ટિકાકારોનું કહેવું છે કે રોમિયો શેક્સપિયરના એક મશહૂર નાટકનું પાત્ર છે અને રોમિયો-જૂલિયેટની પ્રેમ કહાણી તેમના આપસી પ્રેમ અને સમર્પણ માટે સમગ્ર વિશ્વમાં મશહૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન