સર્વે: મોદી જનતાની પ્રથમ પસંદ તો રાહુલ ગાંધીને લઇ ચોંકાવનારો આંકડો આવ્યો સામે - Sandesh
  • Home
  • India
  • સર્વે: મોદી જનતાની પ્રથમ પસંદ તો રાહુલ ગાંધીને લઇ ચોંકાવનારો આંકડો આવ્યો સામે

સર્વે: મોદી જનતાની પ્રથમ પસંદ તો રાહુલ ગાંધીને લઇ ચોંકાવનારો આંકડો આવ્યો સામે

 | 1:53 pm IST

દેશના નેતાના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જનતાની પ્રથમ પસંદ છે. આ વાત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના ઓનલાઇન સર્વે સોમવારે (3 સપ્ટેમ્બર)ના રોજ સામ આવી છે. તેમની સંસ્થા ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિ (આઇ-પીએસી)ના સર્વે અનુસાર, પીએમ મોદીને 48 ટકા દેશવાસી પસંદ કરે છે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માત્ર 11 ટકા લોકો જ દેશના નેતા તરીકે દેખે છે. ટીવી રિપોર્ટનું માનીએ તો પીએમ લોકપ્રિયતાના મામલામાં રાહુલથી હાલના સમયમાં 400 ટકા આગળ ચાલી રહ્યા છે. તમામ વિપક્ષના દળ મળીને પણ પીએમ મોદીની બરાબરી કરી શક્તા નથી.

રિપોર્ટસ અનુસાર, દેશની રાજનૈતિક મૂડ જાણનાર આ ઓનલાઇન સર્વે 712 જિલ્લાઓમાં લગભગ 55 દિવસ સુધી ચાલ્યો હતો. કેટલાક 923 નેતાઓને લઇ આમા લગભગ 57 લોકો પાસેથી તેમની સલાહ લેવામાં આવી હતી. સર્વેમાં પીએમ (પહેલા) અને રાહુલ (બીજા) બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીજા સ્થાને રહ્યા છે. તેમણે આ સર્વેમાં 9.3 ટકા લોકોએ દેશના નેતૃત્વના સ્વરૂપે પસંદ કર્યા. ત્યાં જ સાત ટકા લોકોએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવની પસંદગી કરી.

આગળ પાંચમાં સ્થાન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ છે. 4.2 ટકા લોકોએ તેમના નામ પર મુહર લગાવી. જ્યારે બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીને 4.1 લોકોએ પસંદ કર્યા. આ સર્વેમાં ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક, બિહારના સીએમ નીતીશ કુમાર, કોમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચૂરી, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર જેવા ઘણા દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યુ હતું.

કોણ છે પ્રશાંત કિશોર?
કિશોર મૂળરૂપે બિહારના રહેવાસી છે. તેમણે હેદરાબાદથી એન્જીનિયરિંગ કરી છે. અભ્યાસ બાદ તેઓ વિદેશ ચાલ્યા ગયા હતાં. વર્ષ 2011માં તેઓ ભારત પરત ફર્યા. વર્ષ 2012માં ગુજરાતની ચૂંટણી દરમિયાન તેઓ મોદી સાથે જોડાયેલા હતાં. વર્ષ 2014માં તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમનો ભાગ પણ બન્યા હતાં. દેશમાં જ્યારે બીજેપીની સરકાર બની ત્યારે કિશોર ચર્ચામાં ઓઆવી ગયા હતાં. બાદમાં તેમણે 2015માં બિહાર ચૂંટણી દરમિયાન નીતીશ કુમાર-લાલુ યાદવના મહાગઠબંધન માટે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન