Prashant kishor's challenge is in talk while Bengal election vote counting
  • Home
  • Election
  • બંગાળમાં ‘હેટ્રિક’ મારવા તરફ મમતાની TMC,પરંતુ BJPએ પ્રશાંત કિશોરના શ્વાસ અધ્ધર કર્યા

બંગાળમાં ‘હેટ્રિક’ મારવા તરફ મમતાની TMC,પરંતુ BJPએ પ્રશાંત કિશોરના શ્વાસ અધ્ધર કર્યા

 | 12:10 pm IST
  • Share

પશ્ચિમ બંગાળમાં વોટોની ગણના ચાલી રહી છે. અત્યાર સુધી આવેલા રૂઝાનોમાં તૃણૂલ કૉંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. ટીએમસી 191 સીટો પર આગળ છે, તો બીજેપી 100 સીટોની આસપાસ છે. અત્યાર સુધીની ગણતરીમાં નંદીગ્રામની ચૂંટણી અને પ્રશાંત કિશોરની પણ ઘણી જ ચર્ચા થઈ રહી છે. નંદીગ્રામમાં મમતા બેનર્જી ચોથા રાઉન્ડની વોટિંગ ગણતરી બાદ પણ બીજેપી ઉમેદવાર શુભેંદુ અધિકારીથી 4 હજારથી વધારે મતથી પાછળ ચાલી રહી છે. તો પ્રશાંત કિશોરના બીજેપીને લઇને કરવામાં આવેલા દાવાની પણ ચર્ચા થઈ રહી છે.

અત્યાર સુધી આવેલા રૂઝાનોમાં ટીએમસી 193 સીટો પર આગળ છે, તો બીજેપી 93 સીટો પર આગળ ચાલી રહી છે. કેટલીક વાર પહેલા બીજેપી 100થી વધારે સીટો પર આગળ ચાલી રહી હતી. તો નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અત્યાર સુધી થયેલી ત્રીજા રાઉન્ડની વોટિંગ કાઉન્ટિંગ બાદ 8 હજારથી પાછળ ચાલી રહ્યા હતા. રૂઝાનોમાં ટીએમસી અત્યારે બીજેપીથી આગળ છે, પરંતુ નજર પ્રશાંત કિશોરના દાવા પર છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ માટે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે મમતા બેનર્જીને ફરી સત્તા મળશે.

સાથે જ એ પણ કહ્યું હતુ કે, આ ચૂંટણીમાં બીજેપીને બંગાળમાં 100થી વધારે સીટો મળી તો તેઓ ચૂંટણી રણનીતિકાર તરીકે પોતાનું પ્રોફેશન છોડી દેશે અને બીજું કંઇક કામ કરશે. પ્રશાંત કિશોરે કહ્યું હતુ કે, જો બીજેપી બંગાળમાં 100થી વધારે સીટો જીતી, તો હું નોકરી છોડી દઇશ. હું આઈપીએસી (IPAC) પણ છોડી દઇશ. હું કંઇક બીજું કરીશ, પરંતુ આ નહીં. પ્રશાંત કિશોરેએ કહ્યું હતુ કે, હું આ કામ છોડી દઇશ અને તમે મને આગળ કોઈ અન્ય રાજકીય અભિયાન માટે કામ કરતા નહીં જુઓ.

બંગાળમાં અત્યારે વોટોની ગણતરીમાં બીડેપી 93 સીટો પર આગળ ચાલી રહી છે. સવારે જ્યારે વોટોની ગણતરી શરૂ થઈ ત્યારે બીજેપી 115થી વધારે સીટો પર આગળ ચાલી રહી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર આ ચર્ચા શરૂ થઈ હતી કે હવે પ્રશાંત કિશોર શું કરશે?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો