પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ચીન પાડોશીઓેને દબડાવે છે : પેન્ટાગોન - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7750 -0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ચીન પાડોશીઓેને દબડાવે છે : પેન્ટાગોન

પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ચીન પાડોશીઓેને દબડાવે છે : પેન્ટાગોન

 | 5:00 am IST

વોશિંગ્ટન, તા.૧૩

ઇસ્ટ અને સાઉથ ચાઇના સમુદ્રમાં બેઇજિંગ બાંયો ચડાવી રહ્યું છે ત્યારે પેન્ટાગોને અમેરિકી સંસદને જણાવ્યું હતું કે, ચીન હિંદ પ્રશાંત વિસ્તારમાં પોતાના લાભ માટે બદલાવ લાવવા પાડોશી દેશોને દબડાવી રહ્યો છે. ચીન દરેક દેશમાં પોતાના પ્રભુત્વની સ્થાપનાની વ્યૂહરચના દ્વારા આર્થિક અને લશ્કરી તાકાત વધારી રહ્યો છે. હિંદ-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં પ્રભુત્વ સ્થાપવા ચીન તેની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યો છે. ચીન ભવિષ્યમાં અમેરિકાને હટાવીને વૈશ્વિક પ્રભુત્વ હાંસલ કરવા માગે છે.

વર્ષ ૨૦૧૯ના અમેરિકી સંરક્ષણ બજેટમાં પેન્ટાગોને જણાવ્યું હતું કે, ચીન તેના પોતાના લાભ માટે હિંદ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં બદલાવ લાવવા પાડોશી દેશો પર ધાક જમાવવા માટે સેનાના આધુનિકીકરણ અને આર્થિક મજબૂતાઇનો ઉપયોગ કરી રહ્યો છે. ચીન સમગ્ર સાઉથ ચાઇના સી પર દાવો કરી રહ્યો છે જેનો વિયેતનામ, મલેશિયા, ફિલિપીન્સ, બ્રુનેઇ અને તાઇવાન વિરોધ કરી રહ્યાં છે.

બીજીતરફ ઇસ્ટ ચાઇના સીમાં ચીન અને જાપાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીને ઇસ્ટ ચાઇના સીમાં ઘણા ટાપુઓ પર લશ્કરી થાણા સ્થાપ્યા છે અને આ વિસ્તારમાં પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દક્ષિણ અને પૂર્વ ચીની સમુદ્ર ખનિજ, ઓઇલ અને અન્ય કુદરતી સ્રોતોથી ભરપૂર છે. તે ઉપરાંત આ બંને જળવિસ્તાર વૈશ્વિક વ્યાપાર માટે પણ અત્યંત મહત્ત્વના મનાય છે.

પેન્ટાગોને જણાવ્યું હતું કે, અમેરિકાએ ચીન સાથેના લશ્કરી સંબંધોમાં બિનઆક્રમકતા અને પારદર્શકતાનો માર્ગ અપનાવવો જોઇએ. અમેરિકા સામેનો મુખ્ય પડકાર ચીનની લાંબા ગાળાની પડકારજનક વ્યૂહરચના છે. ચીન અને રશિયા તેમની મરજી મુજબની વૈશ્વિક વ્યવસ્થા ગોઠવવા માગે છે. તેઓ અન્ય દેશોના આર્થિક, રાજદ્વારી અને સુરક્ષાના નિર્ણયો પર આધિપત્ય જમાવી રહ્યાં છે.

શું છે સમગ્ર વિવાદ? 

દક્ષિણ ચીન સમુદ્રનો લગભગ ૩૫ લાખ સ્કવેર કિમીનો વિસ્તાર વિવાદિત છે. જેના પર ચીન, ફિલિપીન્સ, વિયેતનામ, મલેશિયા અને તાઇવાન પોતાનું હોવાનો દાવો કરી રહ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં તેલ અને કુદરતી ગેસનાં ભંડારો છે. અમેરિકાએ જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ૨૧૩ અરબ બેરલ તેલ અને ૯૦૦ ટ્રિલિયલ ક્યૂબિક ફિટ કુદરતી ગેસના ભંડાર છે. વિયેતનામ આ વિસ્તારમાં ભારતને તેલ અને કુદરતી ગેસ અંગે શોધખોળ કરવા આમંત્રણ આપી ચૂક્યો છે. આ સમુદ્રી રસ્તેથી દર વર્ષે ૭ ટ્રિલિયન ડોલરનો વ્યાપાર થાય છે. આ વિસ્તારને લઈને અમેરિકા અને ચીન એકબીજા પર આક્ષેપો મૂકી રહ્યા છે.

;