વિધાનસભામાં મારામારી : પ્રતાપ દુધાત-અમરીશ ડેર 3 વર્ષ, બળદેવ ઠાકોર 1 વર્ષ માટે સસ્પેન્ડ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • વિધાનસભામાં મારામારી : પ્રતાપ દુધાત-અમરીશ ડેર 3 વર્ષ, બળદેવ ઠાકોર 1 વર્ષ માટે સસ્પેન્ડ

વિધાનસભામાં મારામારી : પ્રતાપ દુધાત-અમરીશ ડેર 3 વર્ષ, બળદેવ ઠાકોર 1 વર્ષ માટે સસ્પેન્ડ

 | 5:23 pm IST

આજે ગુજરાતની વિધાનસભાની ગરિમા લજવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શિક્ષિત કહેવાતા ધારાસભ્યોએ માઈક અને બેલ્ટ ઉઠાવી મારામારી કરી હતી. સોસાયટીના નાના બાળકો પણ આવી રીતે ઝઘડતા નથી, ત્યારે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા સભામાં બેસેલા નેતાઓ આવા હલકા વ્યવહાર પર ઉતરી આવે તે ક્ષોભજનક બાબત કહેવાય. વિધાનસભામાં બપોરે મારામારીની ઘટનામાં થયેલા હોબાળાને કારણે કાર્યવાહી મોકૂફ રખાઈ હતી, અને થોડા સમય બાદ ફરી શરૂ કરાઈ હતી. જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસના દોષિત ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી.  જેના બાદ પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

ડે.સીએમ નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતુ કે, પરેશભાઈ અને શૈલેષ પરમારે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક બળદેવ ઠાકોર ગુસ્સે થતા વિવાદ થયો હતો. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને મારવાની ધમકી આપી આ બાબત ચલાવી લેવાય નહીં. લોકશાહીની પરંપરાને નુકસાન થાય તેવુ છે. અમે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી છે. હું દરખાસ્ત કરું છું કે પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ સુધી તમામ કાર્યવાહીથી બાકાત રાખવામાં આવે. બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે વિધાનસભાની તમામ કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દાખલા રૂપ પગલાં લેવા જોઈએ.

નીતિન પટેલની આ દરખાસ્તને ભુંપેન્દ્ર ચુડાસમાએ ટેકો આપ્યો. નીતિન પટેલે ગૃહમાં કહ્યું કે, જુના બનાવ કરતા હિંસક કહી શકાય તેવો બનાવ છે. આ ઘટના કાળી ટીલી સમાન છે. પ્રજાએ વિશ્વાસ વ્યક્ત કરી આપણને MLA બનાવ્યા છે. આપણે બજેટ અને નીતિ નિયમ બનાવનારા લોકો છે. ત્યારે 1960 બાદ સૌથી મોટી કંલકિત ઘટના બની છે. જેનાથી માથુ શરમથી ઝુકી જાય છે. આવી ઘટનાઓ ગૃહમાં ના બનવી જોઈએ. પ્રતાપ દુધાત આખી વાતમાં ન હોવા છતા ઉશ્કેરાયા હતા. વિક્રમ માડમ આપની વાત માની જતા હતા ત્યારે આ બન્યુ હતું. અન્ય સભ્યો પણ વચ્ચે ઉભા થયા તે યોગ્ય ન હતુ. મહેશ વસાવાની બેઠકનું માઈક ખેંચીને વાર કરાયો છે. જગદીશ પંચાલ પર ખેંચીને વાર કરાયો છે. મારામારીની ઘટનામાં નીમાબહેન આચાર્ય બચી ગયા હતા.

વિધાનસભા ગૃહમાં આ લડાઈ પહેલા હાથાપાઈથી શરૂ થઈ હતી, અને હવે કાયદા પર પહોંચી ગઈ છે. ત્યારે હવે નીતિન પટેલ દ્વારા જે દરખાસ્ત કરાઈ છે તે મામલે મુદ્દો ફરીથી ગરમાય તેવું લાગી રહ્યુ છે.