Pratik Gandhi on change of Ravan Leela’s title to Bhavai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેતા પ્રતિક ગાંધી હવે કરશે ‘ભવાઇ’, વિવાદ વધતા ફિલ્મ રાવણલીલાનું નામ બદલ્યું

અભિનેતા પ્રતિક ગાંધી હવે કરશે ‘ભવાઇ’, વિવાદ વધતા ફિલ્મ રાવણલીલાનું નામ બદલ્યું

 | 6:26 pm IST
  • Share

વધતા જતા ગુજરાતી ફિલ્મોના ક્રેઝ વચ્ચે વધુ એક ફિલ્મ આવી રહી છે. અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ-લીલા’નું નામ બદલીને હવે ‘ભવાઇ’ કરવામાં આવ્યું છે. જોકે, આ ફિલ્મની જાહેરાત થઇ ત્યારથી તેના નામને લઇને ઘણો વિવાદ થઇ રહ્યો હતો. જેથી લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે.

સ્કેમ 1992 બાદ પ્રતિક ગાંધીની ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ રાવણ લીલા હતું . ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે પ્રતિકની આ ફિલ્મનું નામ બદલીને ભવાઈ કરી દેવામાં આવ્યું છે. મેકર્સે ઓફિશિયલ જાહેરાત કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.

ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે રાવણ લીલાનું શીર્ષક હવે ભવાઈ હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે પ્રેક્ષકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેથી આ વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે પ્રતિક ગાંધીએ પણ આ વિશે પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે મારા માટે, દરેક વાર્તા કે જેનો હું ભાગ છું તે તમારા હૃદય સાથે જોડાવાનો રસ્તો છે અને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવી નથી! અમે એક ટીમ તરીકે સામૂહિક રીતે અમારી ફિલ્મનું નામ બદલીને BHAVAI કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં રજૂ થશે. 1 ઓક્ટોબરે થિયેટરોમાં તમારા મિત્રો અને પરિવાર સાથે મળીશું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન