અમેરિકામાં પ્રવાસી ભારતીય દિવસની કરવામાં આવી ઉજવણી - Sandesh
  • Home
  • Nri
  • અમેરિકામાં પ્રવાસી ભારતીય દિવસની કરવામાં આવી ઉજવણી

અમેરિકામાં પ્રવાસી ભારતીય દિવસની કરવામાં આવી ઉજવણી

 | 4:03 pm IST

શિકાગો સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયામાં આ સપ્તાહમાં પ્રવાસી ભારતીય દિવસ સામારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકાની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવામાં ભારતીય અમેરિકી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કોન્સ્યુલેટ જનરલ નીતા ભૂષણે પોતાના સંબોધનમાં વિદેશમાં રહેનાર ભારતીય સમુદાય સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમને સરકારનાં કેટલાંક ફ્લેગશિપ કાર્યક્રમ વિશે પણ જણાવ્યું હતું, જેનો હેતું ભારતીય સમુદાયના લોકો સાથે સંબંધા વધુ મજબૂત બનાવાનો છે. આ કાર્યક્રમમાં ડોક્ટર ભરત બારાયા અને ડોક્ટર નિરંજન શાહને શિકાગો વિસ્તારના પ્રવાસી ભારતીય તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.