Praveen Sinha appointed As a interpol delegates
  • Home
  • Featured
  • ગુજરાત કેડરના IPS પ્રવિણ સિન્હાની ઈન્ટરપોલના ડેલિગેટ તરીકે વરણી

ગુજરાત કેડરના IPS પ્રવિણ સિન્હાની ઈન્ટરપોલના ડેલિગેટ તરીકે વરણી

 | 5:43 pm IST
  • Share

  • CBIના સ્પેશિયલ ડિરેક્ટર છે પ્રવિણ સિન્હા
  • ગુજરાતની 1987 બેચના IPS છે પ્રવિણ સિન્હા
  • ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે 3 વર્ષ સુધી રહેશે

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)ના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવિણ સિન્હાની આજે ઈન્ટરપોલની કાર્યકારી સમિતિમાં એશિયા માટેના ડેલિગેટ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ ભારત તરફથી એકમાત્ર ઉમેદવાર હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તુર્કીના ઈસ્તંબુલ ખાતે આયોજિત 89મીં ઈન્ટરપોલ મહાસભા દરમિયાન કાર્યકારી સમિતિ માટે થયેલી ચૂંટણીમાં એશિયાના ડેલિગેટ તરીકે પ્રવિણ સિન્હાની પસંદગી કરવામાં આવી છે.

આ ચૂંટણીમાં ભારતીય ઉમેદવાર ઉપરાંત ચીન, સિંગાપુર, કોરિયા અને જોર્ડનના ઉમેદવારો પણ સામેલ હતા. હવે પ્રવિણ સિન્હા ઈન્ટરપોલના ડેલિગેટ્સ તરીકે આગામી 3 વર્ષ સુધી રહેશે.

પ્રવિણ સિન્હાએ જણાવ્યું કે, અમે એ તમામ દેશોનો હ્દયથી આભાર માનીએ છીએ, જેણે ભારતને વોટ આપ્યો.

કોણ છે પ્રવિણ સિન્હા?
1987ની બેંચના ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિન્હાએ 2000 અને 2021 વચ્ચે બે કાર્યકાળોમાં પોલીસ કમિશનર, DIG, જોઈન્ટ ડાયરેક્ટર અને એડિશનલ ડાયરેક્ટર તરીકે વિવિધ એજન્સીમાં કામ કર્યું છે.

1962માં જન્મેલા પ્રવિણ સિન્હા બીએ, એલએલબીની ડિગ્રી ધરાવે છે. રાજકોટના રેન્જ IG તરીકે ફરજ બજાવી ચૂકેલા IPS પ્રવિણ સિન્હા નિષ્ઠાવાન અને સ્વચ્છ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. પ્રવિણ સિન્હાને 2015માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા. તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી (પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો