અમારી માંગ છે કે રામજન્મભૂમિ-ગૌહત્યા બંધીનો કાયદો બને : પ્રવિણ તોગડિયા - Sandesh
 • Home
 • Ahmedabad
 • અમારી માંગ છે કે રામજન્મભૂમિ-ગૌહત્યા બંધીનો કાયદો બને : પ્રવિણ તોગડિયા

અમારી માંગ છે કે રામજન્મભૂમિ-ગૌહત્યા બંધીનો કાયદો બને : પ્રવિણ તોગડિયા

 | 2:09 pm IST

અમદાવાદના પાલડી ખાતેના વણીકર ભવનમાં પ્રવિણ તોગડિયાએ ઉપવાસ શરૂ કર્યાં છે. સાધુ-સંતો તથા સમર્થકોની હાજરીમાં તેમના ઉપવાસની શરૂઆત થઈ છે. બીજી તરફ આ તેમનું શક્તિ પ્રદર્શન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેમણે ઉપવાસ સ્થળ પર સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, મારું સપનુ પુરૂ કરવા મેં ડોક્ટરી છોડી, અને આજે મને ધક્કો મારી VHPમાંથી બહાર કાઢી મૂક્યો છે. મેં પ્રધાનમંત્રીની ખુરશી નથી માગી. મેં ચાનો થેલો કે પકોડા માટે કડાઈ નથી માગી.

તેમણે શું કહ્યું….

 •  પદ પર નીકળ્યો હોત તો 2001માં મુખ્યમંત્રી બન્યો હોત. હું ન તો પદ માટે નીકળ્યો છું, ન તો પ્રતિષ્ઠા માટે નીકળ્યો છું. હું તો કરોડો હિન્દુઓની ઈચ્છાનો સેવક બનીને નીકળ્યો છું.
 • અમારી માંગ છે કે સંસદમાં કાયદો બને, રામજન્મભૂમિ મંદિરનો કાયદો બને, ગૌહત્યા બંધીનો કાયદો બને. ચાર લાખ કાશ્મીરી હિન્દુઓને કાશ્મીરમાં ઘર મળે. 3 કરોડ બાંગ્લાદેશીઓને ધૂસપેઠીયાઓને દેશનિકાલ મળે. ખેડૂતોની વ્યાજમુક્તિ અને સ્વામીનાથને આયોગે કહ્યું છે તે ખર્ચથી દોઢ ગણા દરેક પાક પર મૂલ્ય મળે, કરોડો યુવાનોને રોજગાર મળે. મારી માંગ છે કે દેશમાં સસ્તી ગુણવત્તાયુક્ત દરેકને શિક્ષા મળે.
 • નાના વેપારીઓના રૂપિયાથી સંઘ, VHP, BJP ચાલે છે. ત્યારે 100 કરોડ હિન્દુઓનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. ખેડૂત, વેપારી, શ્રમિક, મહિલા, યુવાનોનો અવાજ દબાવ્યો છે. આ અવાજ હું હિન્દુસ્તાનમાં બુલંદ કરતો રહીશ.
 • માત્ર અમદાવાદમાં જ નહીં, દેશભરમાં ઉપવાસ કરીશ. કેરળ, નાગપુર, લખનઉમાં પણ ઉપવાસ કરીશ. મારી સાથે હિન્દુસ્તાનની જનતા છે.
 •  આજે પણ ATMમાં પૈસા નથી, બેંક દોષિત નથી. બેંકના કર્મચારી દોષિત નથી. તેના માટે બેંકના રૂપિયા લઈને NPA કરવાવાળા નિરવ મોદી અને માલિયા જેવા જવાબદાર છે. તમારા પૈસા બેંકે લીધા બેંકમાંથી પૈસા નિરવ મોદી લઈ ગયા.
 • 1 લિટર પેટ્રોલ પર 80 રૂપિયાંથી 40 રૂપિયા સરકાર લૂંટી રહી છે.
 • તમે નોટબંધી, – GSTથી વેપારીઓના વેપારની હત્યા કરી. તમે જ GSTનો વિરોધ કરતા તમે જ U ટર્ન કર્યું. તમે રિેટેઈલમાં એફડીઆઈનો વિરોધ કરતા હતા, તેને કારણે દેશના 10 કરોડના લોકોને બેરોજગારી મળી
 •  સત્તા પહેલા ગૌરક્ષક તમારા ભાઈ હતા હવે ગુંડા લાગે છે, અને કસાઈ તમને ભાઈ લાગવા લાગ્યા
 • ઘુષણખોરોને ન અટકાવ્યા રોહિંગ્યાને અપનાવ્યા
 • પ્રવિણ તોગડિયાએ કહ્યું, 4 કરોડના બદલે 4 લાખ યુવકોને પણ રોજગાર નથી મળ્યો. દેશના 70% લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે. દરરોજ સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા છે. દેશની દીકરીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે.

અમદાવાદના પાલડીમાં આવેલ વણીકર ભવનમાં તેમનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. BJPના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ વણીકર ભવન આવ્યા હતા. કહેવાય છે કે, ઉપવાસની જાહેરાત બાદ BJPના પ્રથમ કોઈ નેતા પ્રવિણ તોગડિયાને મળવા આવ્યા હતા. ડૉ.તોગડિયાના ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 2 PI અને 5 PSI સહિત 70થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. આ પ્રોગ્રામને પોલીસ પરમિશનની લેખિત મંજૂરી નથી મળી, પરંતુ ડૉ. પ્રવિણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ છે. તેમની સાથે સાધુસંતો પણ ઉપવાસમાં જોડાયા છે.