પ્રવીણ તોગડીયાએ RSS અને BJP પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું - Sandesh
  • Home
  • Bhavnagar
  • પ્રવીણ તોગડીયાએ RSS અને BJP પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

પ્રવીણ તોગડીયાએ RSS અને BJP પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

 | 11:12 pm IST

ભાવનગર વિશ્વ હિંદુપરિષદ દ્વારા એક પ્રાવેટ કાર્યકમ શહેર નાં સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વીએચપી કાર્યકર્તાઓને સંબોધવા માટે વીએચપી નેતા પ્રવીણ તોગડ્યા ભાવનગર આવ્યા હતા.

વીએચપીનાં કાર્યક્રમમાં આવેલ પ્રવીણ તોગડ્યા દ્વારા કાર્યકર્તાઓને આગામી સરકાર હિંદુ સરકાર બનાવવા આહવાન કરવામાં આવેલ તેમજ રામ મંદિર મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ચાર વર્ષ થી રામ મંદિર માટે સરકાર સાથે લડી માંગ કરવામાં આવી રહી છે.

પ્રવીણ તોગડીયાએ કહ્યું કે, બહુમતની સરકાર બનતાની સાથે જ રામ મંદિર બનાવવાનો કાયદો બનાવવાનો સરકારે વચન આપ્યો હતો, જોકે, તે અત્યાર સુધી પૂરો કરવામા આવ્યો નથી. પ્રવિણ તોગડિયાએ ભાજપા સરકારને પ્રશ્ન પૂછતા કહ્યું કે, સરકારે પાછલા ચાર વર્ષમાં રામ મદિર માટે કાયદો કેમ ના બનાવ્યા? એવો તો ક્યો કારણ હતો કે, તેઓ ચૂપચાપ બેસી રહ્યાં હતા.

તે ઉપરાંત પ્રવિણ તોગડીયાએ આરએસએસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. અમદાવાદ ખાતે રામ મંદિરને લઈને આંદોલન પર બેઠેલ તેમજ રામ મંદિરની માગને લઈને મોટી સંખ્યામાં લોકોને લઈને અયોધ્યા ગયા હતા ત્યારે આરએસએસ થોડી એવી પણ મદદ કરી નહતી અને હવે તેઓ જ સંસદમાં કાયદો બનાવવાની વાતો કરી રહ્યાં છે.

તોગડીયાએ વડાપ્રધાન મોદીને આડે હાથ લેતા કહ્યું કે, જો રામ મંદિર બનાવવાનો કાયદો ના બનાવી શકતા હોય તો તેમને સત્તામાં રહેવાનો કોઈ હક નથી અને આ સરકારને ઉખાડી ફેંકો જો આગામી દિવસોમાં રામ મંદિરનો કાયદો નહિ બનાવામાં આવે તો. તોગડીયાએ કહ્યું કે, આગામી 2019ની ચુંટણીમાં દેશનાં હિંદુઓ રામ મંદિર બનાવે તેવી સરકાર લાવશે અને એના માટે સંકલ્પ પણ કરેલ છે કે, આગમી સરકાર આ હિંદુઓની સરકાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન