Pravin Togdiya Statement by Ayodhya Judgment
  • Home
  • Ahmedabad
  • અયોધ્યામાં રામ મંદિર માટે સવા રૂપિયો ઉઘરાવનાર વ્યક્તિ હું જ હતો : પ્રવિણ તોગડિયા

અયોધ્યામાં રામ મંદિર માટે સવા રૂપિયો ઉઘરાવનાર વ્યક્તિ હું જ હતો : પ્રવિણ તોગડિયા

 | 3:38 pm IST

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જગ્યાને રામલલાની ગણાવી. સાથો સાથ કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે.

અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દેશના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ મામલે પ્રવીણ તોગડિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું છે કે, “હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છુ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંદુઓ ઘર્માવાને પરિસરમાં આનંદ મનાવે અને આજે સાંજે હિંદુઓ પોતાના ઘરમાં સાંજે દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવે.”

આ સાથે જ આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ કહ્યું કે,” કેન્દ્ર સરકારને અયોધ્યામાં જમીનનો કબજો મળ્યો છે. મારી પણ આજ સુધીની 35 વર્ષની યાત્રાનું મહત્વનું કદમ આજે ઉત્સાહ સાથે પૂર્ણ થયું છે. આ સફળતા કોઈ વ્યક્તિ નહી સંપૂર્ણ હિંદુ સમાજની છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય સાથે જ મારા જીવનનું લક્ષ્ય પૂર્ણ થયું છે. અયોધ્યામાં રામ મંદિર માટે સવા રૂપિયો ઉઘરાવનાર વ્યક્તિ હું જ હતો. 1989માં અમદાવાદમાં મેં મંદિર બનાવ્યું હતું તેને ગાડીમાં નાખીને કુંભ મેળાની ધરમ સાંસદમાં લઇ ગયો હતો.

આ વીડિયો પણ જુઓ: અયોધ્યા ચુકાદાની 45 મિનીટ જાણો 3 મીનીટમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન