વિઠ્ઠલ રાદડિયાના સ્વાસ્થય અને દીર્ધાયુ માટે ખોડલધામમાં પ્રાર્થના - Sandesh
  • Home
  • Gujarat
  • વિઠ્ઠલ રાદડિયાના સ્વાસ્થય અને દીર્ધાયુ માટે ખોડલધામમાં પ્રાર્થના

વિઠ્ઠલ રાદડિયાના સ્વાસ્થય અને દીર્ધાયુ માટે ખોડલધામમાં પ્રાર્થના

 | 10:34 pm IST

સૌરાષ્ટ્રના કદાવત નેતા વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને કારણે તેમની અમદવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે બાઈક રેલી યોજવામાં આવી હતી. ખોડલઘામમાં પ્રાર્થના કરવામાં આવી હતી. આ રેલી અને પ્રાર્થના સહિતના કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા પણ જોડાયા હતા.

છેલ્લાં કેટલાંક સમયથી બીમાર રહેલા વિઠ્ઠલ રાદડિયાને અમદવાદની ઝાયડસ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હોવાની વાત વાયુવેગે ગુજરાતભરમાં ફેલાઈ જતાં, પરિવારજનો સાથે ખાસ કરીને જ્ઞાતિજનો પણ ઈશ્વરને પ્રાર્થના કરીને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યાં છે. જેતપુરના જીનખાનાથી વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. જે ખોડલધામ ખાતે પૂર્ણ થયા બાદ માં ખોડલને પ્રાર્થના કરી હતી. તમામ લોકોએ માં ખોડલને પ્રાર્થના કરી વિઠ્ઠલ રાદડિયાના દીર્ઘાયું માટે અરજ કરી હતી.