prayers being offered for good health of amitabh and abhishek bachchan
  • Home
  • Featured
  • બાપ રે: બીજી વખત પણ બીગ બી અને અભિષેકનો રિપોર્ટ પોઝિટીવ, દેશમાં થવા લાગ્યાં પૂજા-પાઠ

બાપ રે: બીજી વખત પણ બીગ બી અને અભિષેકનો રિપોર્ટ પોઝિટીવ, દેશમાં થવા લાગ્યાં પૂજા-પાઠ

 | 3:08 pm IST

મહાનાયક મહામારીની ઝપટમાં આવતા તેના દીકરા અભિષેકનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે રાત્રે 12 વાગ્યે ખબર આવી કે બન્ને પપ્પા અને દીકરો કોરોનાના ભરડામાં આવી ગયા છે. ત્યારે હાલમાં બન્નેનો બીજો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ રિપોર્ટ પોઝિટીવ જ આવ્યો હતો અને હાહાકાર મચી ગયો હતો. હવે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે એશ્વર્યા અને દીકરી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

હાલમાં બીગ બી અને દીકરા અભિષેકના સારા સ્વાસ્થ્ય માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. સેલેબ્રિટી પણ અમિતાભ જલ્દી સાજા થઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈન, ભોપાલ, પટના, યુપી જેવા શહેરમાં તો કાયદેસર પૂજા કરવામાં આવી રહી છે. જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન