Pre Wedding Reception Photos Of Soundarya Daughter Of Rajinikanth
  • Home
  • Featured
  • Photos: રજનીકાંતની દીકરીની પ્રી વેડિંગ રીસેપ્શનની સુંદર તસવીરો આવી સામે

Photos: રજનીકાંતની દીકરીની પ્રી વેડિંગ રીસેપ્શનની સુંદર તસવીરો આવી સામે

 | 4:03 pm IST

સુપરસ્ટાર રજનીકાંતની નાની દીકરી સૌંદર્યા અને વિશગન વાનાગમુદીનાં પ્રી વેડિંગ રીસેપ્શનની તસવીરો સામે આવી છે. આ કપલ 11 ફેબ્રુઆરીનાં રોજ લગ્ન કરશે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે આ બંનેનું પ્રી વેડિંગ રીસેપ્શન રાઘવેન્દ્ર કલ્યાણ મંડપ્પમમાં આયોજિત કરવામાં આવ્યું હતુ. રજનીકાંતની દીકરી સૌંદર્યા અને વિશગન વાનાગમુદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રજનીકાંતની દીકરી આ દરમિયાન બ્લૂ અને ગૉલ્ડ સિલ્ક સાડીમાં ઘણી જ સુંદર લાગી રહી હતી, જ્યારે વિશગન વાનાગમુદીએ વ્હાઇટ શર્ટ અને ધોતી કૈરી કરી હતી.

સુપરસ્ટાર રજનીકાંતે આ દરમિયાન કુર્તો-પાયજામો પહેર્યો હતો, જ્યારે તેમની પત્ની લતાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. રજનીકાંતની મોટી દીકરી ઐશ્વર્યા અને તેનો પતિ ધનુષ પણ સેરેમનીમાં જોવા મળ્યા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યા અને વિશગનનાં લગ્ન બાદ રજનીકાંતનાં ઘરે પૂજા પણ રાખવામાં આવશે.

રજનીકાંતની દીકરી સૌંદર્યા અને વિશગન વાનાગમુદીનાં આ બીજા લગ્ન છે. સૌંદર્યાનાં પહેલા લગ્ન બિઝનેસમેન આર અશ્વિન સાથે થયા હતા અને તેમને 3 વર્ષનો દીકરો વૈદ પણ છે. જ્યારે વિશગનનાં પહેલા લગ્ન એક મેગેઝિન એડિટર કનિકા કુમરાનથી થયા હતા.