Precautions to stay safe during hurricanes
  • Home
  • Ahmedabad
  • ખતરનાક ‘વાયુ’ વાવાઝોડા દરમિયાન સલામત રહેવા શું રાખશો સાવચેતી

ખતરનાક ‘વાયુ’ વાવાઝોડા દરમિયાન સલામત રહેવા શું રાખશો સાવચેતી

 | 6:08 pm IST

વાવાઝોડા અને પુર જેવી કુદરતી આફતની પરિસ્થિતિ ઉદભવે તો વાવાઝોડા અને પુર પહેલા, વાવાઝોડા અને પુર દરમ્યાન અને વાવાઝોડા અને પુર પછી લોકોએ કેવી સાવચેતી જાળવવી તે અંગે આજે અમે તમને જણાવી રહ્યા છીએ. વાવાઝોડા સમયે શું તકેદારી રાખવી જોઇએ આવો જાણો આ અહેવાલમાં…

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને લઇ તંત્ર સાબદુ થઇ ગયું છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓની શાળાઓમાં તકેદારીનાં ભાગરૂપે રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિ સર્જાય ત્યારે જાનમાલની નુકશાનીથી બચી શકાય તે માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વસતા નાગરિકોએ નીચે મુજબની તકેદારી રાખવા તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે.

1. વાવાઝોડા અને પુરને લગતી ખોટી અફવા ફેલાવવી નહી.

2. શાંતિ પૂર્વક ગભરાયા વગર બધી બાબતો ધ્યાનમા રાખવી.

3. વાવાઝોડા અને પુરની પરિસ્થિતિ સર્જાય એ પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી.

4. ઘરના બારી-બારણા તથા છાપરાનું મજબુતી કરણ કરવું.

5. પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા, આ માટે બેટરીથી ચાલતા રેડિયો વાપરવા.

6. વાવાઝોડા કે પુરની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરી લેવું.

7. સ્થળાંતર કરવા માટે સરકાર તરફથી સુચના મળે તો અવશ્ય પાલન કરવું.

8. વાવાઝોડા પછી નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ કરવો નહી.

9. ઈજા પામેલાઓને તાત્કાલિક દવાખાને ખસેડવા. ફોન નો ઉપયોગ જરૂરિયાત પુરતો જ કરવો.

10. ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો

11. માછીમારોએ દરીયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી

12. રેડીયો ટોર્ચ, ફાનસ, વધારાની બેટરી સાથે રાખો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન