અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે, આ શહેરોમાં વરસાદની સંભાવના - Sandesh
  • Home
  • Gujarat
  • અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે, આ શહેરોમાં વરસાદની સંભાવના

અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે, આ શહેરોમાં વરસાદની સંભાવના

 | 5:58 pm IST

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 9 થી 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત નવસારી સહિતના જીલ્લામાં મેહુલાનું આગમન થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને અસર કરશે.

અમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો.

ત્યાં જ દક્ષિણના રાજ્યોમાં દસ્તક દઇ ચૂકેલ મોનસુને ગુરૂવારના રોજ મુંબઇની મુશ્કેલીઓ વધારી દીધી છે. પ્રી મોનસુન રેનના લીધે માયાનગરીની રફતાર પર બ્રેક લાગી ગઇ છે અને વિમાન-રેલવે સેવા પ્રભાવિત થઇ છે. હવામાન વિભાગની તાજી ચેતવણીથી મુંબઇમાં રહેવાસી લોકોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. તાજા અપડેટ પ્રમાણે આવનારા 48 કલાકમાં શહેરમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખતા બ્રહ્મન્મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાના કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.