NIFTY 9,511.40 -63.55  |  SENSEX 30,958.25 +-179.96  |  USD 64.5250 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સ્ત્રીના નાક પરનું તલ હોય છે ઐશ્વર્યની નિશાની, જાણો અન્ય રસપ્રદ માહિતી

સ્ત્રીના નાક પરનું તલ હોય છે ઐશ્વર્યની નિશાની, જાણો અન્ય રસપ્રદ માહિતી

 | 6:06 pm IST

સામુદ્રિકશાસ્ત્રમાં સ્ત્રીઓ અને પુરુષોના અંગ પર જન્મથી હોય તેવી નિશાનીઓ, હાથની રેખા, મસ્તક રેખા આંગળીઓના આકાર, અંગોનું ફરકવું વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી એક છે શરીર પરના તલ. સ્ત્રી હોય કે પુરુષ તેના શરીરના કયા અંગ પર કેવું તલ છે તેના આધારે તેના સ્વભાવની જાણકારી તો મેળવી જ શકાય છે, પરંતુ આ તલના આધારે તેના ભવિષ્યની જાણકારી પણ મળી શકે છે. તો આજે આપણે વાત કરશું કે મહિલાઓના અંગ પરના તલ તેમના વિશે કેવી ભવિષ્યવાણી કરે છે.

– જે સ્ત્રીની બંને ભ્રમર વચ્ચે કાળો તલ અથવા મસો હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે. આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને પણ ધનવાન બનાવે છે.
– જે સ્ત્રીના કપાળ પર તલ હોય તેના નસીબમાં પુત્રપ્રાપ્તિનો યોગ હોય છે. આવી સ્ત્રી દયાળુ, ધર્મ પરાયણ અને ગૃહકાર્યમાં કુશળ હોય છે.
– જો કોઈ સ્ત્રીના નાકના આગળના ભાગ પર લાલાશ પડતો તલ હોય તો તેના લગ્ન સાધન સપન્ન પુરુષ સાથે થાય છે. તે જીવનભર સારું ઐશ્વર્ય ભોગવે છે.
– ડાબા કાન અથવા ગળાની ડાબી બાજુએ તલ અથવા મસો હોય તો તે સ્ત્રીને પ્રથમ સંતાન પુત્ર થાય છે.
– જે સ્ત્રીના કોઈપણ હોઠ પર અથવા જમણા હાથના કાંડા પર તલ હોય તો તે સ્ત્રી રાજકારણમાં સફળ થઈ શકે છે.
– જે સ્ત્રીના ડાબા ગાલ પર કાળો તલ અથવા મસો હોય તો તે રસોઈકળામાં નિપુણ હોય છે.
– જેને કમર નીચે ડાબી બાજુ તલ હોય તો તે સ્ત્રી લાંબુ આયુષ્ય ભોગવે છે.
– જો કોઈ સ્ત્રીના ગુપ્તાંગ પાસે તલનું ચિહ્ન હોય તો તે પણ સુખી જીવનનું સંકેત છે. આવી સ્ત્રીઓ સમાજમાં વિશેષ કીર્તિ મેળવે છે.