NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • નાસ્ત્રેદમસે વડાપ્રધાન મોદી વિશે કરી હતી આવી ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસે વડાપ્રધાન મોદી વિશે કરી હતી આવી ભવિષ્યવાણી

 | 12:26 pm IST

મોદી સરકારના શાસનને 16 મે 2017ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થયો છે. આ દિવસો દરમિયાન તેઓ તેમના અનેક નિર્ણય અને વિદેશ પ્રવાસના કારણે ચર્ચામાં રહ્યા છે. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે ખાસ વાત એ છે કે ભારતની ગણના વિશ્વના શક્તિશાળી દેશોમાં થવા લાગી છે. જો કે વડાપ્રધાન મોદીના શાસનમાં દેશની પ્રગતિ થશે તેવી ભવિષ્યવાણી આજથી અંદાજે 450 વર્ષ પહેલા થઈ ચુકી હતી. જાણીને આશ્ચર્ય જરૂરથી થશે પરંતુ વિશ્વવિખ્યાત જ્યોતિષ નાસ્ત્રેદમસે વડાપ્રધાન મોદી વિશે અને તેમનો શાસનકાળ કેટલા વર્ષનો રહેશે તે અંગે ભવિષ્યવાણી વર્ષો પહેલા કરી દીધી હતી.

15મી સદીમાં જન્મેલા નાસ્ત્રેદમસ ફ્રાંસના પ્રસિદ્ધ ડૉક્ટર-શિક્ષક હતા, જેઓ પ્લેગની બીમારીની સારવાર કરતાં. પરંતુ તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત તેમની કવિતારૂપે કરેલી ભવિષ્યવાણીથી થયા. તેમણે કરેલી ભવિષ્યવાણીઓ જે સત્ય સાબિત થઈ તેમાં હિટલરના શાસન, અમેરિકામાં થયેલો 9/11નો હુમલો, કેટલીક કુદરતી આફતોનો સમાવેશ થાય છે. આ તમામ ભવિષ્યવાણી સાથે તેમણે એક એવા શાસક વિશે પણ ઉલ્લેખ કર્યો છે જે ભારત માટે ‘સુવર્ણ યુગ’ લાવશે અને ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવશે. ભારતની રાજનીતિ સંદર્ભે નાસ્ત્રેદમસે 450 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે ભારતમાં એક એવી વ્યક્તિ શાસન પર આવશે જે એક નિર્ધન ઘરમાં જન્મેલી હશે પરંતુ દુનિયા માટે મુક્તિદાતા કહેવાશે. લોકો શરૂઆતમાં તેને નફરત પણ કરશે પરંતુ પછી તેને અઢળક પ્રેમ મળશે. ભવિષ્યવાણી અનુસાર તેનો શાસન કાળ 2014થી 2026 સુધી રહેશે અને આ 20 વર્ષમાં તે દેશની દિશા બદલવા માટે સતત કાર્યો કરશે. આ વ્યક્તિ પોતાના સુશાસનથી ભારતને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવશે.

નાસ્ત્રેદમસ પોતાના પુસ્તક અંગે પણ કહ્યું હતુ કે જે તેઓ કહી રહ્યા છે તેને સમય સાચું સાબિત કરશે. તેમણે ભવિષ્યવાણીમાં સ્થળ અને સમયને ગુપ્ત રાખવા ખાસ ચિન્હોનો ઉપયોગ કર્યો છે આ તમામનું અવલોકન કરી માનવામાં આવે છે કે ઉપરોક્ત ભવિષ્યવાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરવામાં આવી છે. નાસ્ત્રેદમસનું મૃત્યુ સન 1566માં થયું હતું.