“પ્રભુવિદર્શી” હસ્તાક્ષર વ્યક્તિ વિશેષ સર્જે છે - Sandesh
NIFTY 10,987.90 -31.00  |  SENSEX 36,497.65 +-43.98  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • “પ્રભુવિદર્શી” હસ્તાક્ષર વ્યક્તિ વિશેષ સર્જે છે

“પ્રભુવિદર્શી” હસ્તાક્ષર વ્યક્તિ વિશેષ સર્જે છે

 | 1:50 am IST

હસ્તાક્ષર દર્શનીય, પ્રભુત્વલક્ષી, પરિણામલક્ષી અને ભાગ્યકારક રીતે લખાય તો જીવનકર્મ શુભત્વધારી બને છે. સંઘર્ષ, અવરોધ, અસંતોષએ નકારાત્મક્તા છે. સુખ-સંતોષ, શાંતિ હકારાત્મક હસ્તાક્ષરથી જ મળે છે.

“નકારાત્મક હસ્તાક્ષર” બનાવવાથી જાણે કે અજાણે નુકસાન જ થાય છે. હસ્તાક્ષરની નકલ કોઈ કરીને બીજો લાભ ઉઠાવી જાય એવા ડરથી ક્યારે પણ હસ્તાક્ષરને કાપવાની જરૂર નથી. એ તકલીફોમાં વધારો જ કરી શકે. માટે આગળ દર્શાવેલ નકારાત્મક શૃંખલાનાં પ્રકારોને ધ્યાનથી સમજો.

નેગેટિવ પ્રકારની સિગ્નેચરના અન્ય વિચિત્ર પ્રકારો

૧. પ્રગતિ અવરોધક હસ્તાક્ષર

જે હસ્તાક્ષરથી પ્રગતિ જ અટકી જાય-કાર્યસિદ્ધિના મળે અને નુકસાનીભરી તકલીફોમાં વધારો થાય એ પ્રકારની “પ્રગતિ અવરોધક હસ્તાક્ષર” કરનાર જીવનભર દુવિધાઓમાં સમડાયેલો રહે છે. પુરુષને કાર્યક્ષેત્રમાં અને સ્ત્રીને પારિવારિક ગેરસમજ-કિન્નાખોરીનો ભોગ બનવું પડે છે.

દા.ત.

(૧) (જીતેન્દ્ર પટેલ)

(૨) શૈલેષ પરમાર)

– હસ્તાક્ષર આગળ વધતાં પહેલાં જ અવરોધોમાં ફસાય છે.

 

 

૨. આપત્તિજનક હસ્તાક્ષર

જે વ્યક્તિ કંટાળીને મુડલેસ બનીને ક્રોધનો શિકાર કે ઈર્ષાનો ભોગ બનીને આંટીઘૂંટીવાળી સિગ્નેચર, હસ્તાક્ષર કરે છે એની દશા કીચડમાં વધુ ને વધુ ગરકાવ થઈને અંતે ખતમ થવાની પ્રક્રિયામાં મુકાય છે. હસ્તાક્ષર ભાગ્ય સુધારવા લખાવાં જોઈએ નહીં કે ભાગ્યચક્રવાતમાં ફસાઈને સફળતાથી દૂર ફેંકાઈ જવા માટે કરાય.

દા.ત.

(૧) (રૂપલ વૈદ્ય)

(૨) (સંતોક શર્મા)

૩. “આઘાત-પ્રત્યાઘાત” જનક હસ્તાક્ષરઃ-

હસ્તાક્ષરમાં “સ્વર-નાદ, આરોહ-અવરોહ” અને વળાંકો એ રીતે લેવાં જોઈએ. જેનાથી પરિણામોમાં નેેગેટિવ અસર કરનારાં પ્રત્યાઘાતો ના પડે. પોતાનું કરેલું જ કયારેક પોતાને નડે છે. એવું શા માટે કરવું જેનાથી જે કીચડમાં પથ્થર ફેંકીએ એનાં ગંદા છાંટા આપણાં ઉપર જ પડે? આવી સિગ્નેચર પ્રાણઘાતક કે સ્ફોટક શૈલીની ગણાય.

દા.ત.

(૧) (રામચંદ્રન)

(૨) (પ્રતીક. ચોકસી)

સેલિબ્રિટી સિગ્નેચર

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીની સિગ્નેચરનો પ્રકાર નેગેટિવ અને અક્ષરો અવાચ્ય છે. સિગ્નેચરની લંબાઈ સારી છે. હવેના સમયમાં ફિલ્મી અન્ય વિભાગોમાં અને ચરિત્ર અભિનેતા તરીકે વધુ સારું કામ આપી શકશે. સુનીલનો ‘જી’ મોટો લખે છે એટલે એ વર્ચસ્વપૂર્ણ સારી ફિલ્મો આપી શક્યા છે, પરંતુ સિગ્નેચરની નકારાત્મક્તાને કારણે પ્રથમ સ્થાન ઉપર પહોંચવાનું સ્વપ્ન પૂર્ણ થયું નથી, પરંતુ એમની હાજરી વિશેષ વર્ગને માટે મોટું કામ કરી છે. પ્રોડક્શન. ડાયરેક્શન જેવાં વિભાગોમાં પોતાનું યોગદાન સારું આપી શકશે સિગ્નેચરમાં નકારાત્મક્તા ઘણી છે એટલે સ્વભાવમાં ગુસ્સો અને આક્રમક્તા આવતી હોવાથી એવાં રોલ હજુ પણ સફળતાથી કરી શકશે. નવો યુવા વર્ગ શરૂ થયો છે, પરંતુ એમની સાથે પણ રહીને કામ કરી શકશે.

 

– પં.વ્રજકિશોર ધ્યાની

[email protected]