અભિનેત્રીએ સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 2 બાળાઓની બચાવી જિંદગી - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રીએ સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 2 બાળાઓની બચાવી જિંદગી

અભિનેત્રીએ સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 2 બાળાઓની બચાવી જિંદગી

 | 1:29 pm IST

કંગના રનૌતની ફિલ્મ ‘રિવૉલ્વર રાની’માં કામ કરી ચુકેલી અભિનેત્રી પ્રીતિ સૂદે પોતાની હિંમત અને સમજણથી 2 માસૂમ બાળાઓની જિંદગી બચાવી છે. પ્રીતિએ મુંબઇમાં બાળાઓની તસ્કરી કરી રહેલી એક ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. પ્રીતિએ ચાઇલ્ડ ટ્રાફિકિંગ દ્વારા 2 માસૂમ બાળાઓને અમેરિકામાં વેચાતા બચાવી હતી. પોલીસે પ્રીતિ સૂદની મદદથી 4 એજન્ટોને ગિરફ્તાર કર્યા છે. 4માંથી એક એજન્ટ રિટાયર્ડ પોલીસ સબ-ઇન્સપેક્ટરનો દીકરો છે. બચાવાયેલી 2 બાળાઓમાંથી એક બાળાની ઉંમર 11 તો એકની 17 વર્ષ છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ બંને બાળાઓને તેમના માતા-પિતા અને સંબંધીઓએ દલાલોને વેચી હતી. આરોપીઓ આ બાળાઓને અમેરિકામાં વેચવાની તૈયારીમાં હતા.

એક ઇન્ટરવ્યુમાં પ્રીતિએ આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, “4 માર્ચની બપોરે હું વર્સોવા ગઇ હતી, ત્યાં મને 3 પુરૂષોનો વ્યવહાર શંકાસ્પદ લાગ્યો. તેઓ સલૂનમાં બાળાઓનાં મેકઅપને લઇને સ્ટાફને આદેશ આપી રહ્યા હતા, વારંવાર ઘડિયાળ જોતા હતા અને યૂએસ જવાની વાત કરી રહ્યા હતા. જ્યારે મેં એક વ્યક્તિને પુછ્યું તો તેણે કહ્યું કે બંને બાળાઓને તેમના માતા-પિતા પાસે યુએસ મોકલવામાં આવી રહી છે. બંને બાળાઓ ઘણી જ માસૂમ દેખાઇ રહી હતી. મને તે લોકોનો વ્યવહાર યોગ્ય નહોતો લાગતો. મેં તે લોકોની નજરથી બચીને બાળાઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે બંને ગુજરાતની છે. તે લોકો મને બાળાઓ સાથે વાત કરતા રોકી રહ્યા હતા. પછી મેં તેમને મારી સાથે પોલીસ સ્ટેશન આવવા કહ્યુ, પરંતુ તેમણે પોલીસ સ્ટેશન આવવાનો ઇન્કાર કર્યો. મેં તેમને રોક્યા અને પોલીસ બોલાવી. આ દરમિયાન એક વ્યક્તિ બાળાઓને લઇને ભાગી નીકળ્યો. મેં DCPને રિપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કહ્યું કે આરોપીઓએ 5 ટિકિટ બૂક કરાવી હતી. તેમને એક છોકરીદીઠ 1 લાખ રૂપિયા મળ્યા હતા.”