પ્રેગનન્સી પછીના સ્ટ્રેચ માર્કનો ઉપાય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • પ્રેગનન્સી પછીના સ્ટ્રેચ માર્કનો ઉપાય

પ્રેગનન્સી પછીના સ્ટ્રેચ માર્કનો ઉપાય

 | 1:39 am IST
  • Share

બ્યુટી ક્વેરી : ખ્યાતિ દેસાઈ

પ્રશ્ન- હું અઢાર વર્ષની યુવતી છું, હું રોજ સવારે ક્લાસીસમાં જાઉં છું ત્યારે મારા પગની ચામડી તડકાને લીધે બે કલરમાં અલગ પડી ગઈ છે. મારા પગમાં મોજડીની બહાર ખુલ્લો રહેતો ભાગ કાળો પડી ગયો છે હવે મારે સ્કિન ટોન બેલેન્સ કરવા શું કરવું, આવું જ મારા હાથ પર કાંડા ઘડિયાળ પહેરવામાં પણ થઈ ગયું છે.

  • નીલમ શાહ, અમદાવાદ

ઉત્તર- તમે તડકામાં જ્યારે બહાર નીકળો છો ત્યારે તમારી સ્કિન ટોન થઈ જાય છે પરિણામે ત્વચાનો એવો ભાગ જે સીધો સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે તે કાળો પડી જાય છે. જ્યારે તમે તડકામાં બહાર નીકળો છો ત્યારે તમે મોજા પહેરીને જાવ. એ ઉપરાંત તમે સારી કંપનીનું સન સ્ક્રીન લોશન કાયમ લગાવો.

પ્રશ્ન – પ્રેગ્નન્સી પછી પેટ પરના સ્ટ્રેચમાર્ક દૂર કરવા કયું તેલ લગાવું જોઈએ?

  • રીટા વઘાસીયા, રાજકોટ

ઉત્તર – પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેચમાર્ક થવા ખૂબ સામાન્ય બાબત છે. આફટર પ્રેગ્નન્સી જ શું કામ, પ્રેગ્નન્સીની ખબર પડતાંની સાથે જ જેમ જેમ ગર્ભનો વિકાસ થતો જાય તેમ તેમ કાળજી લેતા જવું જોઈએ. આપ તલનું તેલ પેટ પર રોજ હળવા હાથે લગાવી શકો છો. તમને લાગે કે હવે સ્ટ્રેચ માર્ક શરૂ થઈ ગયા છે તો એ એરિયામાં દિવસમાં બે વાર તલના તેલથી હળવા હાથે માલિશ કરવાનું રાખો. આફ્ટર પ્રેગ્નન્સી પણ માલિશ ચાલુ રાખો જેથી બાકી રહી ગયેલા સ્ટ્રેચમાર્ક પણ આછા થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન