Pregnant actress Lisa Haydon performs ramp walk with hardik Pandya,
  • Home
  • Featured
  • હાર્દિક પંડ્યા સાથે પ્રેગ્નેન્ટ અભિનેત્રી લીઝાએ કર્યું રેમ્પ વૉક, જુઓ Pics

હાર્દિક પંડ્યા સાથે પ્રેગ્નેન્ટ અભિનેત્રી લીઝાએ કર્યું રેમ્પ વૉક, જુઓ Pics

 | 12:11 pm IST

બોલીવુડ અભિનેત્રી લીઝા હેડન બીજી વખત માતા બનવાની છે તે સેકન્ડ બેબી એક્સપેક્ટ કરી રહી છે. હવે લેક્મે વીક 2019માં પ્રેગનેન્ટ લીઝા હેડને તેની સુંદરતાનો જલવો બતાવ્યો છે. લીઝા હેડને અમિત અગ્રવાલ માટે રેમ્પ વૉક કર્યું છે. પિંક સાડીમાં લીઝા ખૂબ સુંદર લાગી રહી છે. લેકમે ફેશન વીકમાં પ્રેગનેન્સી ગ્લો ચહેરા પર સ્પષ્ટ નજર પડી રહ્યો છે.

હાઇ હીલ્સ, ટાઇટ બન અને મીનિમલ મેકઅપ લીઝાને કોપ્લિમેન્ટ કરી રહ્યા હતા. રેમ્પ વૉક કરતા તે સ્ટનિંગ નજરે પડી. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અમિત અગ્રવાલે પણ તેને રેમ્પ વૉક પર જોઇન કરી હતી. હાર્દિક પણ પિંક કલરના આઉટફિટમાં નજરે પડ્યો. જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા લીઝાએ સ્પેશ્યલ રીતે ફેન્સ સાથેલ પ્રેગનેન્સીની ખબર શેર કરી. લીજઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમા તે પાણીમાં પતિ અને પુત્ર સાથે નજરે પડી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન