Pregnant Chicago Woman Murdered, Baby Cut From Her Womb
  • Home
  • World
  • હેવાનિયતની હદ! ગર્ભવતી યુવતીનું ગળું દબાવી કરી હત્યા, પેટમાંથી કાઢી લીધું બાળક

હેવાનિયતની હદ! ગર્ભવતી યુવતીનું ગળું દબાવી કરી હત્યા, પેટમાંથી કાઢી લીધું બાળક

 | 3:43 pm IST

અમેરિકાના શિકાગોમાંથી રૂંવાડાં ઉભી કરી દેતી ઘટના સામે આવી છે. પોલીસે ત્રણ લોકો પર એક ગર્ભવતી યુવતીની હત્યાનો આરોપ લગાવ્યો છે. યુવતીની હત્યા બાદ તેના ગર્ભમાંથી પ્રિમેચ્યોર બેબીને બહાર કાઢી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, 19 વર્ષીય માર્લેના ઓચાઓ લોપેઝને બાળકને કામમાં આવતો સામાનની લાલચ આપીને એક પરિચિતના ઘરે બોલાવવામાં આવી હતી. પણ ત્યાં પહોંચતાં જ ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી. એટલું જ નહીં, હત્યા કર્યા બાદ હત્યારાઓએ લોપેઝના ગર્ભમાંથી બાળકને બહાર નીકાળી દીધું હતું.

ક્લારિસા ફિગ્યુરોઆ (46 વર્ષ) અને તેની દીકરી ડેસીરી (24 વર્ષ) પર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ લગાવાયો છે. ફિગ્યુરોઆનો પ્રેમી પિઓટ્ર બોબાટ (40 વર્ષ) પર પોલીસે હત્યાની વાત છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. શિકાગો પોલીસ પ્રમુખ એડી જ્હોનસને એક પ્રેસ કોન્ફરન્સમાં આ હત્યાને જઘન્ય અને ખૂબ જ વ્યથિત કરનારી ઘટના ગણાવી. તેઓએ કહ્યું કે, હું કલ્પના પણ નથી કરી શકતો, કે આ સમયે પરિવાર પર શું વીતી રહી હશે. આ સમયે તેમના ઘરમાં ખુશીનું વાતાવરણ હોવું જોઈતું હતું, પણ તે લોકો મા અને તેનાં બાળકનો શોક મનાવી રહ્યા છે.

પોલીસે ફિગ્યુરોઆના ઘરની તલાશી દરમિયાન કચરાનાં ડબ્બામાં સંતાડેલી લોપેઝની લાશ મળી આવી હતી. DNA ટેસ્ટમાં સાબિત થઈ ગયું છે કે, મૃત બાળક લોપેઝનું હતું. જે બાદ પોલીસે તમામ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન