Pregnant Mom Sees Devil Baby Smiling at her in Ultrasound
  • Home
  • Featured
  • મહિલાના પેટમાં જોવા મળ્યું ‘શેતાની બાળક’, ડોક્ટરો પણ રહી ગયા આશ્ચર્યચકિત

મહિલાના પેટમાં જોવા મળ્યું ‘શેતાની બાળક’, ડોક્ટરો પણ રહી ગયા આશ્ચર્યચકિત

 | 7:46 pm IST

બધા માતા પિતા એવું વિચારે કે તેમનું બેબી એકદમ ક્યુટ છે. પણ અમેરિકાની 17 વર્ષીય માતાએ જ્યારે અલ્ટ્રાસાઉન્ડમાં પોતાના બેબીનો ફોટો જોયો તે દંગ રહી ગઈ. અને ડરના મારે ફફડવા લાગી. કેમ કે, અલ્ટ્રાસાઉન્ડમાં ભૂતિયા બેબી તેને જોવા મળ્યો હતો. અને તે સ્માઈલ કરી રહ્યો હતો. ડરી ગયેલી માતાએ તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો.

અમેરિકાના વર્જિનિયાની 17 વર્ષની ઈયાના કેરિંગટન 24 અઠવાડિયાની ગર્ભવતી છે. અને પોતાના બાળકની જાણકારી મેળવવા માટે તે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા ગઈ હતી. અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં તેને સ્ક્રીન પર પેટમાં રહેલું બાળક જોવા મળ્યું. પણ આ બાળકની હરકતો શેતાન જેવી હતી. મોટી આંખો અને હસતાં આ ચહેરાએ માતાના હોંશ ઉડાવી દીધા હતા. બાળકની આ હરકતો જોઈને ડોક્ટરો પણ આશ્રર્યચકિત થઈ ગયા હતા. બાળકે જેવા અલ્ટ્રાસાઉન્ડના કેમેરાને જોયો તે આંખો ખોલીને હસવા લાગ્યું હતું.

પોતાના પેટમાં રહેલાં બાળકની આવી હરકત જોઈને માતા ઈયાના એકદમ પરેશાન થઈ ગઈ હતી. તાત્કાલિક તેણે ડોક્ટરોને આ મામલે બાળકની જાણકારી મેળવી. પણ ડોક્ટરોએ તેને આશ્વાસન આપ્યું કે, ડરવાની કોઈ વાત નથી. બાળક એકદમ સ્વસ્થ છે. ડોક્ટરના આશ્વાસન બાદ ઈયાનાએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જે ભારે વાઈરલ થઈ હતી. લોકોએ કહ્યું કે, બાળક શેતાન છે, પણ સુંદર પણ છે.

આ વીડિયો પણ જુઓઃ

ખેડામાં ગણેશ વિસર્જન વખતે 8 લોકોને વીજકરંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન