Pregnant woman carried in a cloth cradle for 6 km viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ભારતમાં સગર્ભા સ્ત્રીની આવી હાલત જોઈ કાળજું કંપી જશે!

VIDEO: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ભારતમાં સગર્ભા સ્ત્રીની આવી હાલત જોઈ કાળજું કંપી જશે!

 | 4:45 pm IST

ભારતનો વિકાસ હવે વિકારના રૂપમાં જોવા મળી રહ્યો છે. મહિલાઓને સેવા આપવાની વાત અને સન્માન આપવાની વાત હવે ખાલી હવામાં હોય એવું લાગી રહ્યું છે. કારણ કે માત્ર દાવાઓ કરનારી સરકાર હવે ભોંઠી પડી રહી છે. એમ્બ્યુલન્સના જમાનામાં કોઈ પ્રેગ્નેન્ટ મહિલાને એક સાડીમાં વીટીને લઈ જવી પડે એનાથી વધારે વિટંબણા કેવી હોય. એ પણ થોડા અંતર માટે નહીં પણ 6 કિલોમીટર સુધી.

ત્યારે આમ જનતાને સરકાર સામે એક સવાલ થાય કે કઈ રીતે તમે આ વાતને વિકાસ કહેશો. મહિલાને પહેલાથી જ ગર્ભાશયનું આટલું દુખ હોય અને એમાં પણ 6 કિલોમીટર માટે આ રીતે ઝોકા ખાઈને જવું પડે તો કેવું થાય એ વિચારી શકાય છે.

તમિલનાડુમાં ઇરોડના બર્ગુરમાં રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હોવાથી સગર્ભા મહિલાને 6 કિલોમીટર સુધી કપડાના પારણામાં વીટીને લઈ જવી પડી હતી. ગામ લોકો સાથે મહિલાનો પતિ એમ્બ્યુલન્સ બોલાવવા મથતો રહ્યો હતો. તેણે ગઈકાલે આ રીકે મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી અને હાલમાં બાળક તેમજ માતા બન્ને બરાબર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન