pregnant-woman-carried-on Cot to catch 108 ambulance video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રસુતાને ખાટલામાં સૂવડાવી 108 સુધી લઈ જવાઈ, VIDEO વાયરલ

પ્રસુતાને ખાટલામાં સૂવડાવી 108 સુધી લઈ જવાઈ, VIDEO વાયરલ

 | 9:42 pm IST
  • Share

પંચમહાલ જિલ્લાના કાલોલનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગર્ભવતી મહિલાને ખાટલામાં સૂવડાવીને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવી હતી.

આ અંગેના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગર્ભવતી મહિલાને ખાટલામાં સારવાર માટે લઈ જવામાં આવી રહી છે. મેદાપુર ગામની એક ગર્ભવતી મહિલાને પ્રસવપીડા ઉપડતા સારવાર માટે હોસ્પિટલ સુધી લઈ જવા 108ને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જો કે રસ્તો ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સ મહિલાના મકાન સુધી પહોંચી શકી નહતી.

આખરે પ્રસુતાને ખાટલામાં ઊંચકીને દોઢ કિલોમીટર સુધી ચાલતા એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હતી. અહીં બિસ્માર રસ્તાના સમારકામ માટે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે અપાતકાલિન સ્થિતિમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર જાગે છે કેમ? તે જોવું રહ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો