Pregnunt women Should chant Ganesh mantra, stotra also work
  • Home
  • Astrology
  • પ્રેગ્નન્ટ મહિલાઓએ કરવા જોઈએ ગણેશમંત્ર, પુરાણનું વાંચન કે સ્ત્રોતના પાઠ

પ્રેગ્નન્ટ મહિલાઓએ કરવા જોઈએ ગણેશમંત્ર, પુરાણનું વાંચન કે સ્ત્રોતના પાઠ

 | 3:02 pm IST

દરેક ગર્ભવતી મહિલા એવું ઈચ્છે છે કે તેનું બાળક સુંદર, સુશીલ, તંદુરસ્ત અને નસીબદાર હોવું જોઈએ. એના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન હોય. જ્યારે આ મામલે તજજ્ઞ પંડિતોનું કહેવું છે કે ગર્ભાવસ્થામાં કરાતું વાંચન, જપ, તપ, યમ, નિયમની અસર પેટમાં રહેલા બાળક પર પડે છે. આથી જો હકારાત્મકતા કે પોઝીટિવ અસરવાળા બાળકો ઈચ્છતા હોય તો માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ પ્રકારનું સકારાત્મક વાંચન કે કોઈ દેવ પુરાણ વગેરેનું પઠન કે જાપ વિગેરે કરવા જોઈએ.

જે ગર્ભવતી મહિલા હોય તેના માટે સર્વશ્રેષ્ઠ ગણેશ મંત્રો અને ગણેશ પુરાણનું વાંચન કે પછી ગણેશ સ્ત્રોતનો પાઠ છે. ગર્ભવતી મહિલાએ આ ખાસ મંત્રનો જાપ કરવો જોઈએ.

રક્ષ રક્ષ ગણાધ્યક્ષઃ રક્ષ ત્રેલોક્યે નાયકઃ । ભક્તાનાભયં કર્તા ત્રાતાભવ ભવાર્ણવાત ।।

જો આ મંત્રનો જાપ ન કરવો હોય તો ગણેશ પુરાણનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી આવનારું બાળક ઉર્જાવાન, નીડર, સાહસિક  અને સદૈવ દેવકૃપાથી યુક્ત રહે છે.

જો  મંત્ર જાપ કરવા માંગતા હોય તો આ રહ્યાં મંત્રજાપ કરવાના નિયમ
1. ગર્ભવતી મહિલા જો અહિં આપેલા મંત્રનો જાપ કરવા ઈચ્છતિ હોય તો તેનો જાપ શ્રીગણેશજીની પ્રતિમાની  કે તસ્વીરની સામે બેસીને કરવો જોઈએ.
2. મંત્ર જાપ કર્યા પછી ભગવાન શ્રીગણેશને લાડૂ કે મોતીચૂરના લાડૂનો પ્રસાદ ધરાવો..
3. એ પછી મહિલાએ થોડો પ્રસાદ પોતે ખાઈને બાકીનો પરિવારજનોને આપવો.
4. અહિં આપેલા મંત્રની શક્ય હોય તેટલી વધું માળા કરવી જોઈએ. ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 મંત્ર જાપ તો અચૂક કરવા જોઈએ.
5. જો સંભવ હોય તો એનાથી વધું જાપ પણ કરી શકો છો. જ્યારે ગર્ભવતી મહિલાની ડિલીવરીની તારીખ નજીક આવી જાય ત્યારે જાપની સંખ્યા વધારવી જોઈએ. આમ કરવાથી ઓછું કષ્ટ પડ઼ે છે.

6. પ્રેગનન્સી દરમિયાન જો સૂર્ય કે ચંદ્રગ્રહણ આવતું હોય તો તે દિવસે મંત્ર જાપ ન કરવો જોઈએ.