Preity Zinta and KXIP Players wish KL Rahul for His Birthday, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રીતિ ઝિંટા સહિત KXIPના ખેલાડીઓએ KL રાહુલને આ રીતે આપી બર્થડેની શુભેચ્છા, જુઓ Video

પ્રીતિ ઝિંટા સહિત KXIPના ખેલાડીઓએ KL રાહુલને આ રીતે આપી બર્થડેની શુભેચ્છા, જુઓ Video

 | 5:27 pm IST

IPL 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP)નું અત્યાર સુધી સારું પ્રદર્શન રહ્યું છે. KXIPએ અત્યાર સુધી 9 મેચ રમ્યા છે. જેમાં 5 મેચોમાં ટીમે જીત હાંસલ કરી છે. આ સાથે IPL ટેબલમાં KXIPના 10 પોઈન્ટ છે. જોકે IPL સીઝન દરમિયાન KXIPના ખેલાડી અને ઓપનર બેટ્સમેન કે.એલ.રાહુલનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ મેદાન પર સારું પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારે તેમની પસંદગી ભારતની વર્લ્ડ કપ ક્રિકેટ ટીમ માટે પણ થઈ છે.

રાહુલના જન્મદિવસ નિમિત્તે KXIPના ખેલાડીઓ અને ટીમની માલિક પ્રીતિ ઝિન્ટાએ તેમને શુભેચ્છા પાઠવી છે જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રીતિ ઝિન્ટા સહિત ટીમના અન્ય ખેલાડી કે.એલ. રાહુલને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. આ વીડિયોને KXIPએ તેના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. વીડિયોને ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ રાહુલને સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન