Preity Zinta's company KPH dream cricket private limited case filed
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • પ્રિયંકા બાદ હવે પ્રીટિ ઝિંટા કાયદાકીય દાવપેચમાં ફસાઈ, કોર્ટમાં ચાલશે કેસ

પ્રિયંકા બાદ હવે પ્રીટિ ઝિંટા કાયદાકીય દાવપેચમાં ફસાઈ, કોર્ટમાં ચાલશે કેસ

 | 11:11 am IST

બોલિવુડ એક્ટ્રેસ પ્રીટિ ઝિંટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ પર કોર્ટમાં હવે કેસ ચાલશે. ચંદીગઢના ડોક્ટર સુભાષ સતીજાએ આરોપ લગાવ્યો છે કે, તેમણે એક વિશાળ હવેલીને રહેઠાણ માટે આપી હતી, જેમાં ઓફિસ ખોલી દેવામાં આવી છે. આવુ થવા પર સ્ટેટ ઓફિસે ડો.સતીજાને 38 લાખ રૂપિયાની નોટિસ મોકલી આપી છે. જેને ડોક્ટરે કંપની પાસેથી જ વસૂલવાનો નિર્ણય લીધો છે.

આ માટે ડોક્ટર સતીજાએ જિલ્લા અદાલતમાં કંપનીની વિરુદ્ઘ સિવિલ સૂટ ફાઈલ કરી છે. સતીજાની સિવિલ સૂટને ડિસમિસ કરવા માટે કંપનીએ કોર્ટમાં એક એપ્લીકેશન આપી હતી, જેને નકારી કાઢવામાં આવી છે. હવે આ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલશે અને સુનવણી માટે કોર્ટે 23 જુલાઈની તારીખ નક્કી કરી છે. તો બીજી તરફ કંપનીનું કહેવું છે કે, તેણે આ હવેલીમાં ઓફિસ નથી ખોલી, પણ તેનો ઉપયોગ ઓફિસર્સને રોકાવા માટે કર્યો હતો.

કંપનીનું કહેવું છે કે, જ્યારે આઈપીએલ મેચ ચાલી રહી હતી, ત્યારે ઓફિસર્સને ત્યાં રોકાવામાં આવતા હતા. કંપનીના જણાવ્યા અનુસાર, સતીજા પોતાની આ હવેલી વેચવા માંગતા હતા, પરંતુ જ્યારે એસ્ટેટ ઓફિસે તેમના પર 38 લાખ બાકી બતાવ્યા, તો તેમણે કંપનીને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા. કંપનીએ આ આધાર પર કોર્ટમાં એપ્લીકેશન આપી હતી, જેને નકારી કાઢવામાં આવી છે.