પ્રેમસગાઈ જેટલી જ જબરી હોય છે દ્વેષસગાઈ    - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS

પ્રેમસગાઈ જેટલી જ જબરી હોય છે દ્વેષસગાઈ   

 | 4:02 am IST

ક્લાસિકઃ દીપક સોલિયા

છોકરી સતત આડી ચાલતી હોય, તોછડાઈ દાખવતી હોય અને સામે પક્ષે છોકરો એકદમ માથાફ્રેલ હોય, મારપીટ પણ કરતો હોય તો આવા છોકરા-છોકરી વચ્ચેનો સંબંધ કઈ રીતે આગળ વધી શકે? ન જ આગળ વધી શકે. છતાં આવા સંબંધો રચાતા હોય છે. કંઈક અંશે આ વ્યસન જેવું હોય છે. ખબર હોય કે આમાં નુકસાન છે. છતાં, માણસ પોતાની જાતને રોકી ન શકે.

કંઈક આવો જ સંબંધ માથાફ્રેલ રોગોઝિન અને બદનામ નાસ્તિ વચ્ચે રચાયો. વારંવાર લડવા-ઝઘડવા છતાં બંને ફ્રી ફ્રી ભેગાં થઈ રહ્યાં હતાં. આમાં વળી પ્રણયત્રિકોણનો એક ત્રીજો ખૂણો પણ હતો. એ હતો પ્રિન્સ. એ પ્રિન્સ સામે ચાલીને રોગોઝિનને મળવા આવ્યો અને એણે આખી વાતમાંથી પોતાનું ‘રાજીનામું’ જાહેર કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારા બંનેના મામલામાં હું ક્યાંય વચ્ચે આડો નહીં આવું.

પ્રિન્સની આવી બાહેધરી બાદ રોગોઝિને નાસ્તિ સાથેના પોતાના પ્રેમ-ધિક્કારની આખી સ્ટોરી પ્રિન્સને સંભળાવી અને છેવટે કહ્યું કે નાસ્તિ મારી સાથે જોડાવા માગે છે એનું મૂળ કારણ જ એ છે કે મારી સાથે જોડાશે તો એનું આવી બનશે એની એને બરાબર ખબર છે.

નેચરલી, પ્રિન્સને આ વાત સમજાઈ નહીં. નાસ્તિ ખુલ્લી આંખે મોતના કૂવામાં શા માટે કૂદે?

એની આ મૂંઝવણ જોઈને રોગોઝિનને નવાઈ લાગી. એ હસ્યો, ‘પ્રિન્સ… પ્રિન્સ… હજુ પણ તને આખી વાતના મૂળમાં શું છે એ નથી સમજાતું?’

‘શું છે?’

‘ખરેખર તને ખબર નથી લાગતી. આમ પણ લોકો તો કહે જ છે કે તું… (‘ઇડિયટ’ છે). હાહાહા… જો દોસ્ત, વાત ફ્ક્ત એટલી જ છે કે નાસ્તિ મને નથી ચાહતી. એ કોઈ બીજા પુરુષને ચાહે છે. અને તને ખબર છે, એ બીજો પુરુષ કોણ છે? એ બીજો પુરુષ તું છે.’

‘હું?

‘હા, તું. નાસ્તિ એના પચ્ચીસમા જન્મદિવસે તને પહેલી વાર મળી એ દિવસથી જ તારા પ્રેમમાં છે. પણ તને પરણવાનું એ વિચારી શકતી નથી, કારણ કે એને એવું લાગે છે કે જો એ તને પરણશે તું બદનામ થઈ જઈશ, ખુવાર થઈ જઈશ. એ મને તો ચોખ્ખું સંભળાવે છે કે ‘હું કેવી (બદનામ-પતિતા) બાઈ છું એની આખી દુનિયાને ખબર છે’. એની આ બદનામી-બદમિજાજીને લીધે તું બદનામ અને ખુવાર થઈ જઈશ એ વાતની એને ખૂબ ચિંતા છે, પણ મારું જે થવાનું હોય તે થાય. એને મારી પરવા નથી. એટલે મને પરણવા સામે એને વાંધો નથી. વાત તને સમજાઈ? તને જરાક કંઈ પણ થાય તો એનાથી સહન નથી થતું, જ્યારે મારું આવી બને તો પણ તેને કશો ફ્રક નથી પડતો.’

પ્રિન્સ વધુ ગૂંચવાયોઃ ‘પણ તો પછી એ તને છોડીને મારી પાસે આવ્યા પછી ફ્રી મને છોડીને…’

‘હા, તને છોડીને એ મારી પાસે આવેલી. હાહાહા… એના ભેજામાં જાતજાતની ખલબલી ચાલતી રહે છે. આજકાલ એ એવી રીતે વર્તી રહી છે જાણે એને મગજમાં તાવ ચડયો હોય. એક દિવસ એ કહેશે, ‘મને મરવાની ઇચ્છા થઈ છે. ચાલ, આપણે પરણી જઈએ, વહેલામાં વહેલી તકે પરણી જઈએ.’ પછી એ તારીખ નક્કી કરે. બધી ગોઠવણો કરે, પણ લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ તેનો ફ્ફ્ડાટ વધતો જાય. ભગવાન જાણે એના મનમાં શું ચાલી રહ્યું છે. તેં તો એને જોઈ જ છે. ઘડીકમાં એ રડવા લાગે, ઘડીકમાં એ હસવા લાગે. ઘડીકમાં એ ડરથી ધ્રૂજવા લાગે. અને એ તને છોડીને મારી પાસે આવતી રહી એમાં નવાઈ પામવા જેવું શું છે? તને છોડીને એ મોસ્કોમાં સીધી મારી પાસે દોડી આવી. એ કહે, ‘તારીખ નક્કી કર. હું તૈયાર છું. શેમ્પેન લાવ. ચાલ, આપણે જિપ્સીઓનો ડાન્સ જોવા જઈએ.’ પ્રિન્સ, હકીકત એ જ છે કે આમ તો એ ક્યારની આપઘાત કરી ચૂકી હોત, પોતાની ગંદી જિંદગીથી ત્રાસીને ડૂબી મરી હોત, પણ એ ડૂબી નથી મરી એનું કારણ હું છું. ડૂબી મરવા કરતાં પણ મારી સાથે રહેવું વધારે ખતરનાક છે. એ મને પરણવા તૈયાર થાય છે, કારણ કે એ મને ધિક્કારે છે. એ જો મને પરણશે તો ફ્ક્ત ધિક્કારથી પ્રેરાઈને પરણશે.’

‘પણ તું… તું કઈ રીતે… આ બધું કઈ રીતે..?’ પ્રિન્સ ચિલ્લાયો, પણ પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો.

રોગોઝિન ખંધા સ્મિત સાથે બોલ્યો, ‘તારું વાક્ય પૂરું કર, પ્રિન્સ. તું બોલી ન શકતો હોય તો હું તને કહું… તું જે કહેવા માગે છે તે આ છેઃ ‘નાસ્તિ આવા માણસને, રોગોઝિનને, પરણી જ કઈ રીતે શકે? હું નાસ્તિને મોતના કૂવામાં પડતી રોકું નહીં એવું બની જ કઈ રીતે શકે? મારે કશુંક કરવું જ રહ્યું.’

‘ના, હું અહીં આવ્યો ત્યારે આવું કશું મારા મનમાં નહોતું.’

‘શક્ય છે કે અગાઉ તારા મગજમાં આવું કશું નહોતું, પણ હવે છે. હવે તારા મનમાં આ વિચાર ઘૂસી ચૂક્યો છે કે નાસ્તિને ખુવાર થતી રોકવા માટે મારે હવે કશુંક કરવું પડશે.

 

હાહાહા… યાર પ્રિન્સ, સાચું કહેજે, તું ખરેખર આ બધું નથી સમજી રહ્યો (કે નાસ્તિ મરવા માગે છે, હું મારવા માગું છું અને તું આખી વાત રોકવા માગે છે)?’

‘રોગોઝિન, તું ઇર્ષ્યાથી પીડાઈ રહ્યો છે. તું મનથી માંદો છે. તું નાની અમસ્તી વાતને ખૂબ મોટું રૂપ આપી રહ્યો છે.’

આટલું બોલતાં પ્રિન્સે અચાનક ચોંકીને પૂછયું, ‘શું થયું?’

થયેલું એવું કે પ્રિન્સ અને રોગોઝિન જે ટેબલ પાસે બેઠા હતા એ ટેબલ પર ઇતિહાસનું એક પુસ્તક પડયું હતું અને પુસ્તકની બાજુમાં એક છરી હતી. પ્રિન્સે વાતવાતમાં છરી ઉઠાવી. એ જોઈને ચિડાયેલા રોગોઝિને પ્રિન્સના હાથમાં છરી છીનવીને ફ્રી પુસ્તકની બાજુમાં મૂકી દીધી.

પ્રિન્સ સહેજ ચોંક્યો તો ખરો, પણ પછી છરીને ભૂલીને એણે પોતાની વાત આગળ વધારી, ‘શક્ય છે કે હું મોસ્કોથી પીટસબર્ગ આવી રહ્યો હતો ત્યારે કદાચ મારા મનમાં આ બધી વાત (મરવા-મારવાની શક્યતા) ઝબકી હોઈ શકે. પણ સાચું કહું તો હું અહીં (તમારા બંનેની વચ્ચે) આવવા જ નહોતો માગતો. હું આખી વાત ભૂલી જવા માગતો હતો. મારે આમાં પડવું જ નથી. હું વચ્ચે આડો નહીં આવું.’

અને વાત કરતાં કરતાં ફ્રી એક વાર પ્રિન્સ ચોંક્યો, ‘અરે… અરે… આ તું શું કરે છે?’

આ વખતે પણ પ્રિન્સ ચોંક્યો પેલી છરીને કારણે. પ્રિન્સે વાતવાતમાં ફ્રી ટેબલ પર પડેલી છરી હાથમાં પકડી ત્યારે રોગોઝિને ચીલઝડપે પ્રિન્સના હાથમાંથી છરી આંચકીને ટેબલ પર પટકી. એ એક સામાન્ય છરી હતી. એ વાળીને બંધ કરી શકાય તેવી નહોતી. એનું પાનું સાતેક ઈંચ લાંબું હતું. એની મૂઠ વળાંકવાળી હતી.

પોતે બબ્બે વાર પ્રિન્સના હાથમાંથી છરી આંચકી લીધી એ વાતની પ્રિન્સે નોંધ લીધી છે એ જોયા બાદ રોગોઝિને અત્યંત ચીડ સાથે ટેબલ પર પટકેલી છરી ઉપાડીને પુસ્તકની અંદર મૂકી અને પુસ્તક નજીકના બીજા એક ટેબલ પર ફ્ગાવ્યું.

‘તું આનાથી (છરીથી) ચોંટેલા પાના કાપે છે?’ પ્રિન્સે યાંત્રિક ઢબે પૂછયું. અલબત્ત, હજુ એ બીજા કશાક વિચારમાં ખોવાયેલો હતો. એણે ફ્ક્ત પૂછવા ખાતર પૂછયું.

‘હા.’

‘પણ આ તો બાગકામમાં વપરાતી છરી છે.’

‘હા છે. તેથી શું? હું એનાથી ચોંટેલા પાનાં ન ઉખાડી શકું?’

‘ઉખાડી શકે, પણ આ તો એકદમ નવી છે.’

હવે રોગોઝિન બરાબરનો ભડક્યો, ‘એ નવી છે તો શું થયું? શું હું નવી છરી ન ખરીદી શકું?’

પ્રિન્સ ચોંક્યો. એ રોગોઝિનને એકીટશે જોઈ રહ્યો.

છેવટે પ્રિન્સ અચાનક હસ્યોઃ ‘યાર, આપણી જોડી કમાલની છે. ચાલ, મારે નીકળવું પડશે. મારું માથું એકદમ ભારે થઈ ગયું છે. મારી બીમારી… હું એકદમ બેધ્યાન બની જાઉં છું. મારું મગજ ચકરાવે ચડી જાય છે. હું તને કંઈક પૂછવા માગતો હતો, પણ હું ભૂલી ગયો. છોડ… ચાલ, તો હું જાઉં છું.’

આટલું કહીને પ્રિન્સ ઊભો થઈ ગયો. એ સહેજ આગળ વધ્યો ત્યાં જ રોગોઝિને એને રોક્યો, ‘એ તરફ્ નહીં.’

‘જો, હું ભૂલી ગયો.’

‘આ તરફ્… ચાલ, હું તને રસ્તો દેખાડું.’ (ક્રમશઃ)