ભારતની ૫ Gની તૈયારી '૧૦ G‘ની ઝડપે, તરંગોની નવી દુનિયામાં આગળ વધવા માટે હવે તૈયાર રહો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ભારતની ૫ Gની તૈયારી ‘૧૦ G‘ની ઝડપે, તરંગોની નવી દુનિયામાં આગળ વધવા માટે હવે તૈયાર રહો

ભારતની ૫ Gની તૈયારી ‘૧૦ G‘ની ઝડપે, તરંગોની નવી દુનિયામાં આગળ વધવા માટે હવે તૈયાર રહો

 | 2:25 am IST

વોટ્સએપ કોર્પોરેટઃ  કલ્પેશ શેઠ

તરંગો અને વર્ણપટની દુનિયા વચ્ચે ખોવાઈ રહેલી માનવજાત સમક્ષ હવે આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારી સુવિધા ૫ય્ આવી રહી છે.આ સુવિધા કેવી હશે ? કલ્પનાથી સમજાવવાને બદલે દાખલા સાથે સમજવીએ તો રાહુલ ગાંધી સંસદમાં આંખ મિચકારે અને મોદીજીને કાંઈ સમજાય એ પહેલાં તો ભારતભરના મોબાઇલ ધારકો તે ઘટનાને ડાઉનલોડ કરતા હોય તેટલી ઝડપે મૂવમેન્ટ એટલે 5G..! અગાઉ હજુ મે મહિનામાં જ આ કોલમમાં અમે 5G વિશે વિગતવાર વાત કરી હતી પણ  ૫ય્ ટેક્નોલોજી પર જાણે 10Gની સ્પીડે કામ ચાલી રહ્યું છે. કારણ કે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તો ભારત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી 5G પેનલે ગત સપ્તાહે સરકારને દેશની સ્પેક્ટ્રમ પોલિસી, રેગ્યુલેટરી પોલિસી, શૈક્ષણિક જરૂરિયાતો અને ધારાધોરણો કેવા હોઇ શકે તે માટેની ભલામણો કરતો હેવાલ પણ સુપરત કરી દીધો છે.

હજુ ચારેક મહિના પહેલાં ગણતરી મુકાઈ હતી કે 5Gની ઇકોનોમિક ઇમ્પેક્ટ ૨૭થી ૩૦ અબજ ડોલરની હોઇ શકે જે નવી ભલામણોમાં વધારીને એક ટ્રિલિયન ડોલર સુધીની કરવામાં આવી છે. ૫ય્ સુવિધા માટે ૬,૦૦૦ સ્રડનો નવો સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરવાની પણ પેનલે હિમાયત કરી છે. જો આ ભલામણ માનવામાં આવે તો કોઇ એક સેવા માટે ફાળવવામાં આવેલો આ સૌથી મોટો સ્પેક્ટ્રમ હશે. જો બધું સમયસર થઇ જાય તો ભારત પણ સાલ ૨૦૨૦માં અન્ય વિકસિત દેશોની સાથે જ ભારતમાં ૫ય્ સેવા શરૂ કરી દેશે.

જોકે તેના માટે ભારતને પણ ટેક્નિકલ મુદ્દાઓ સુલટાવવાના રહેશે. હાલમાં ભારતમાં મોબાઇલ ફોનના સિગ્નલો ૮૦૦ સ્રડથી ૨,૬૦૦ સ્રડના સ્પેક્ટ્રમ બેન્ડ વચ્ચે ટ્રાન્સમિટ થાય છે. હજુ સાલ ૨૦૧૬માં જ દેશના સૌથી મોટા સ્પેક્ટ્રમ ઓક્શનમાં ૫.૬૩ લાખ કરોડ રૂપિયાના ૨,૩૫૪.૫૫ સ્રડના વર્ણપટની લિલામી થઈ હતી.

સાલ ૨૦૧૬માં થયેલી લિલામીમાં ૭૦૦ સ્રડનાં એક યુનિટ માટેના બેઇઝ ભાવ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા નક્કી કરાયા હતા અને ખરીદનારાએ એકસાથે ઓછામાં ઓછા પાંચ યુનિટ લેવા ફરજિયાત હતા, પણ આ ભાવ એટલા ઊંચા હતા કે પ્રીમિયમ બેન્ડ માટે કોઈ ખરીદદાર આવ્યો જ નહોતો. આવા સંજોગોમાં સૌથી મોટો ફાયદો કઇ ભારતીય કંપનીને થયો હોય તે કહેવાની જરૂર નથી. હવે સરકારની પેનલે કુલ ૧૧ બેન્ડમાંથી 5G માટે ૭૦૦ Mhz, ૩.૫ Ghz ૨૪ Ghz તથા ૨૮ Hhz એમ ચાર બેન્ડ તુરત જ ઉપલબ્ધ કરવાની ભલામણ કરી છે.

સરકારી પેનલના અંદાજ પ્રમાણે ૫,૨૫૦ સ્રડનો વર્ણપટ 5G સેવા માટે હાયર ફિકવન્સી સેગ્મેન્ટમાં ઉપલબ્ધ કરાવી શકાશે. જેમાં ૩૦૦ Mhz નો વર્ણપટ ૩.૫ ય્રડ બેન્ડમાંથી અને ૪૦૫ Mhz નો વર્ણપટ sub-૧૦૦૦ Mhz બેન્ડમાંથી આપી શકાશે. સરકારનો દાવો છે કે 5G માટેના આ વર્ણપટની સુવિધાથી દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોસ્ટમાં મોટો ઘટાડો કરી શકાશે. ભારતનો વર્ણપટ વિશ્વના ઘણાં દેશોની તુલનાએ વધારે હશે તેથી ભારતીયોને મોટો લાભ થશે. સરકારનું ૩૧ ડિસેમ્બર, ૧૮ સુધીમાં સ્પેક્ટ્રમ પોલિસીનું જાહેરનામું બહાર પાડી દેવાનું આયોજન છે. ટેક્નિકલી જોઈએ તો જેમ મોટો વર્ણપટ હોય તેમ ગ્રાહકોની સર્વિસ માટે તમારે બેઇઝ સ્ટેશન ઓછા રાખવા પડે છે. પરિણામે કંપનીઓનો ઓપરેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ઘટી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 3G તથા 4G ટેક્નોલોજી મહદ્અંશે મોબાઇલ સેવા પૂરતી મર્યાદિત હતી. જ્યારે 5G ટેક્નોલોજીમાં મોટા પાયે સામાજિક ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. પાવર ગ્રીડ, સ્માર્ટ સિટી, કૃષિ બેન્કિંગ, રેલવે તથા હેલ્થકેર જેવા સેક્ટરોમાં ૫ય્નો મોટા પાયે ઉપયોગ થઈ શકશે.

ખેર, સરકારે ૨૨૫ કરોડ રૂપિયાની ફાળવણી સાથે ત્રણ વર્ષનો ૫ય્ પ્રોજેક્ટ બનાવ્યો છે. જો તે પૂર્ણ સફળ થાય તો ભારતમાં રોજગારી વધશે. આપણા ઉત્પાદકો વૈશ્વિક બજારમાં મોટા પાયે માલ વેચી શકશે. સર્વિસ સેક્ટરમાં આગળ વધી શકશે, જે એકંદરે ભારતના GDPમાં વધારો કરી શકે છે. અર્થાત્ સપનાં સોનેરી છે, જે સફળ થાય તેના માટે સૌને તરંગો પર ચાલતા શીખવું પડશે, કારણ કે સ્પેક્ટ્રમની દુનિયા અનેરી છે. જેમાં આપણે જાતે જ આપણા રંગ પૂરવાના છે.. !