બારકોડ પદ્ધતિ દ્વારા દેશમાં ગમે ત્યાંથી મતદાનની સુવિધા આપવાની તૈયારી - Sandesh
  • Home
  • Featured
  • બારકોડ પદ્ધતિ દ્વારા દેશમાં ગમે ત્યાંથી મતદાનની સુવિધા આપવાની તૈયારી

બારકોડ પદ્ધતિ દ્વારા દેશમાં ગમે ત્યાંથી મતદાનની સુવિધા આપવાની તૈયારી

 | 9:20 am IST
  • Share

ચૂંટણી પંચ ગમે ત્યાંથી મતદાન કરી શકાય તેવી પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યું છે. પંચની એકસ્પર્ટ પેનલ ઈલેક્ટ્રોનિક બેલેટ પેપર અને મતદાન ક્ષેત્રના કાર્ડના પ્રોટોટાઈપ પર કામ કરી રહી છે. બાર કોડની જેમ કામ કરતી આ પધ્ધતિ માટે ઇવીએમ- વીવીપીએટીને એવા મશીનમાં પરિર્વિતત કરાશે કે જેથી મતદાર તેના મતદાન ક્ષેત્રમાં ના હોય તો પણ મતદાન કરી શકશે. પંચે પેનલને ઈન્ટરનેટ વિનાની પધ્ધતિ શોધવા કહ્યું છે.

ગમે ત્યાંથી મતદાન અંગે એક પ્રેઝન્ટેશન ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયું હતું. હવે પેનલ ઈન્ટરનેટ વગરના પ્રોટોટાઈપને વિકસાવી રહી છે,  જે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. હાલમાં પણ ઇવીએમ સાથે છેડછાડના આક્ષેપ થતાં રહે છે. આથી તે ઈન્ટરનેટ વગરની પદ્ધતિને ઉત્તેજન આપી રહ્યું છે. જોકે આ માટે ઘણાં ફ્ેરફરો કરવા પડશે. સેંકડો પાર્ટી સિમ્બોલ બેલેટ યુનિટમાં મૂકવા પડશે. વીવીપીએટીના હાર્ડવેર અને સોફ્ટવેરમાં ફ્ેરફર કરવા પડશે. જોકે,  ચૂંટણી પંચ 2024ની લોકસભાની ચૂંટણીમાં આ સુવિધા દાખલ કરવા આશાવાદી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો