Preparations in Lack Como For Ranveer and Deepika's Marriage
  • Home
  • Featured
  • Photos: ઇટાલીમાં રણવીર-દીપિકાનાં લગ્નની તડામાર તૈયારીઓ, જોઇ લો તસવીરો

Photos: ઇટાલીમાં રણવીર-દીપિકાનાં લગ્નની તડામાર તૈયારીઓ, જોઇ લો તસવીરો

 | 3:36 pm IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહ્યા છે. બંને ઇટાલીનાં લેક કોમોમાં લગ્ન કરશે. શુક્રવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પરથી તેઓ ઇટાલી રવાના થયા હતા. દીપિકા રણવીરે લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી જ સુંદર જગ્યાની પસંદગી કરી છે. લેક કોમોમાં દીપિકા-રણવીરનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. લેક કોમોની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરનાં લગ્નનાં બંધનમાં બંધાશે. દિવાળીનાં 7 દિવસ પછી થવા જઈ રહેલા આ લગ્ન લેક કોમોમાં આયોજિત કરવામાં આવ્યા છે. અહીં આલીશાન વિલા ડેલ બાલડિયાનેલોમાં બંનેનાં લગ્ન થશે. આ લગ્નમાં અંદાજે 30 લોકો હાજર રહેશે. સમુદ્ર અને ઇન્દ્રધનુષનાં સુંદર દ્રશ્યોવાળું આ વિલા પોતાની સુંદરતા માટે જાણીતુ છે. આ હૉટલ ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સનાં લગ્નની ડેસ્ટિનેશન રહી ચુકી છે.

આ હૉટલનું ભાડુ 8.5 લાખ રૂપિયાથી લઇને 25 લાખ રૂપિયા પ્રતિદિન છે. રણવીર અને દીપિકા 14-15 નવેમ્બરનાં લગ્ન બાદ ભારત આવશે અને અહીં મુંબઈ તેમજ બેંગલુરૂમાં રિસેપ્શન પાર્ટી આપશે. વેન્યૂની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે.