Prepare For War : President Xi Jinping To Chinese Army
  • Home
  • Corona live
  • ભારત સાથે તણાવ વચ્ચે ચીનનું આક્રમક વલણ, જિનપિંગના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ

ભારત સાથે તણાવ વચ્ચે ચીનનું આક્રમક વલણ, જિનપિંગના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ

 | 11:27 pm IST

ભારત અને ચીન સામ સામે આવી ગયા છે. લદ્દાખ અને સિક્કીમ સરહદે ચીનના ઉંબાડિયાનો ભારતીય સૈન્યએ આકરો જવાબ આપી રહ્યું છે. આમ કોરોના વાયરસને લઈને અમેરિકા સાથે અને ભારત સાથે સરહદ વિવાદને લઈને ઘેરાયેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના તમામ સુરક્ષા બળોને સૈનિકોની ટ્રેનિંગ મજબુત કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ તેમને કોરોના વાયરસ મહામારીના કારણે ચીનની રાષ્ટ્રીય સુરક્ષા પર પડી રહેલા સીધા પ્રભાવને ઘટાડવા માટે તૈયાર રહેવા કહ્યું છે.

ચીની મીડિયામાં પ્રકાશીત થયેલા અહેવાલ પ્રમાણે શી જિનપિંગે કહ્યું છે કે, દેશના સૈનિકોની ટ્રેનિંગ મજબુતીથી કરવી અને યુદ્ધ માટે તૈયાર રહેવુ, રાષ્ટ્રીય સંપ્રભુતાની રક્ષા કરવી અને દેશની સમગ્ર સામરિક સ્થિરતાની રક્ષા કરવી મહત્વપૂર્ણ છે.

શી જિનપિંગે કહ્યું હતું કે, કોવિડ-19 સામે લડ્યા બાદ ચીનનું પ્રદર્શન સૈન્ય રિફોર્મ્સની સફળતાને દર્શાવે છે. તેવામાં સશસ્ત્ર બળોને મહામારી વચ્ચે પણ પ્રશિક્ષણની નવી રીતો શોધવાની જરૂર છે. જિનપિંગ ચીનના સશક્ત સેંટ્રલ મિલિટરી કમિશનની અધ્યક્ષતા કરે છે. તેમણે આ નિવેદન સંસદમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સ (PAPF)ના પ્રતિનિધિમંડળ સાથે બેઠકમાં કર્યું હતું.

બે દિવસ પહેલા જ ચીનના ટોચના રાજદ્વારી વાંગ યીએ ચીનને કોરોના વાયરસની મહામારી માટે જવાબદાર ઠેરવવા સંબંધીત અફવાઓ ફેલાવવા માટે કેટલાક અમેરિકી રાજનેતાઓના પ્રયાસની આકરી ટીકા કરી હતી. વાંગે કહ્યું હતું કે, અમેરિકા ચીન સાથે પોતાના સંબંધોને એક નવા શીત યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. ચીનના સ્ટેટ કાઉંસિલર અને વિદેશ મંત્રીએ પણ કોરોના વાયરસની મહામારી પર અમેરિકાની વાતને જુઠ્ઠાણું કહીને ફગાવી દીધી હતી.

પીએમ મોદીએ કરી બેઠક

તો લદ્દાખ સ્થિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી સીમા વિવાદને લઈને ચાલી રહેલા ગતિરોધ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ શામેલ થયા હતાં. પીએમ મોદીએ બેઠક ઉપરાંત વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સાથે અલગથી આ મામલે વાતચીત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન