Prepare Oat Milk At Home Amazing Health Benefits Of Drinking It
  • Home
  • Featured
  • ઘરે જ બનાવો ઓટ મિલ્ક, રોજ પીવાથી થાય છે આશ્ચર્યજનક લાભ

ઘરે જ બનાવો ઓટ મિલ્ક, રોજ પીવાથી થાય છે આશ્ચર્યજનક લાભ

 | 10:28 am IST
  • Share

  • લોકોમાં ઓટની વાનગીઓ થઈ રહી છે પ્રચલિત

  • ઓટ છે સ્વાથ્ય માટે ફાયદાકારક

  • ઘરે જ બનાવો ઓટ મિલ્ક   

આજકાલ લોકો ઓટની વાનગીઓ ખૂબ જ ખાઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે ઓટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એટલે જ લોકો ઘણીવાર તેમના ભોજનમાં ઓટની વાનગીઓનું સેવન કરે છે. પણ શું તમને ઓટ મિલ્ક વિશે ખબર છે? ઓટ મિલ્ક પોષક તત્વોથી ભરપૂર હોય છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ઓટ મિલ્ક ઘરે કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિશે –

ઓટ મિલ્ક બનાવવાની રીત

ઓટ મિલ્ક બનાવવા માટે ઓટ, પાણી અને દૂધની જરૂર પડે છે. ઓટ મિલ્ક બનાવતા પહેલા ઓટને 30 મિનિટ અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી આ ઓટને ગાળીને બ્લેન્ડરમાં નાખો. હવે બ્લેન્ડરમાં 3 થી 4 કપ પાણી ઉમેરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે એક કપડાથી ઓટ મિલ્કને ગાળી લો અને તેને કન્ટેનરમાં સ્ટોર કરો. આ દૂધ રેફ્રિજરેટરમાં 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

ઓટ મિલ્કના ફાયદા

શાકાહારી લોકો માટે ઓટ મિલ્ક એક ઉત્તમ વિકલ્પ છે. બનાવવા માટે ખૂબ જ સરળ – માત્ર પાણી અને ઓટ સાથે તૈયાર થઇ જાય છે. જો તમે ગ્લુટન ફ્રી દૂધ પીવા માંગતા હોવ તો ઓટ મિલ્ક સારો વિકલ્પ છે.

ઓટ મિલ્કમાં ફાઇબર અને વિટામીન A, D અને B12 ભરપૂર માત્રામાં હોય છે. તેને પીવાથી શરીરના જરૂરી પોષક તત્વો અને વિટામિન્સની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળે છે. આનાથી શરીરને એનર્જી આપે છે.

ઓટ મિલ્ક ઘણાં વિટામિન્સ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. તે તમારા શરીરમાં વિટામિન A અને વિટામિન D ની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. તેને પીવાથી સંક્રમણ અને રોગથી દૂર રહેવામાં મદદ મળે છે.

તેમાં બીટા-ગ્લુકેન્સ નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરમાં બ્લડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ ઓટ મિલ્ક પીવાથી બ્લડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

ઓટમાં હાજર કેલ્શિયમ અને વિટામિન્સ તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે સારા છે. એટલે ઓટ મિલ્ક પીવાથી હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો