prepare-the-house-in-such-a-way-spicy-and-crispy-dry-kachori
  • Home
  • Food & Travel
  • તો આ રીતે ઘરે તૈયાર કરો મસાલેદાર અને ક્રિસ્પી સુકી કચોરી

તો આ રીતે ઘરે તૈયાર કરો મસાલેદાર અને ક્રિસ્પી સુકી કચોરી

 | 12:20 pm IST

સુકી કચોરી ખુબજ સ્વાદીષ્ટ અને લાજવાબ વસ્તુ છે જેને તમે નાસ્તામાં કે પછી બપોર બાદ રાત્રે ડિનર પહેલા ખાઈ શકો છો.સુકી કચોરીની ખાસ વિશેષતા એ છે કે તેનો મસાલો થોડો ચટપટો હોય છે. તેનો સ્વાદ થોડો તીખો-ખાટો હોવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. સુકી કચોરીના ઉપરના પડમાં મેંદાનું પડ હોવાથી વચ્ચેનો મસાલો થોડો ચટપટો રાખવો. સુકી કચોરીની ખાસીયત તેના મસાલામાં છે. આ મસાલો મોટા ગાઠીયાથી તૈયાર કરવામાં આવે છે. ગાઠીયાની જગ્યાએ તમે બેસનનો પણ ઉપયોગ કરી શકો છો.

સુકી કચોરી બનાવવા માટેની સામગ્રી

1-2 કપ ગાઠીયા, અથવા સેકેલો બેસનનો લોટ, 1 ચમચી ખજૂર આંબલીની પેસ્ટ, 1ચમચી હળદર, 1ચમચી ધાણાજીરુ, 1ચમચી મરચું, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, 1 ચમચો તેલ, 1 ચમચી આખા તલ, એક ચમચો આખા ધાણા, 1 ચમચી મોટા કાપેલા કાજૂ, 2 ચમચી દળેલી ખાંડ, તળવા માટે તેલ અને મીઠું સ્વાદમુજબ.

સુકી કચોરી બનાવવાની પદ્ધતિ-

સૌ પ્રથમ ગાઠીયાનો ભુક્કો કરો જો તમે બેસનનો ઉપયોગ કરી રહ્યા છો તો એક પેનમાં લોટને શેકી લો, એક પેનમાં તેલ મુકી તેમાં ગાઠીયાનો ભુક્કો, ખજૂર આંબલીની પેસ્ટ તેમજ મીઠા સીવાયના તમામ મસાલા માખી શેકીલો. આ મસાલાને થોડો સમય ઠંડો થવા દો ત્યારબાદ એક વાસણમાં મેંદાના લોટમાં વધારે મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધો. લોટને થોડી વાર રહેવા દો જેથી થોડો નરમ થઇ જાય ત્યારબાદ તેમાંથી એક સરખા મોટા લુવા બનાવો. થોડી જાડી ગોળ પૂરી વણીલો, પૂરીની વચ્ચે શેકીને તૈયાર કરેલો મસાલો સ્વાદઅનુસાર મીઠુ નાખી ઉપયોગમાં લો. પૂરણ ભરી ગોળ આકારમાં બંધ કરી ચારેબાજુથી પેક કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે તળીલો. સોનેરી રંગની થાય ત્યારે ગેસ પરથી ઉતારી લો. કરકરી અને મસાલેદાર સુકી કચોરી તૈયાર છે. સુકી કચોરીને એકલી અથવાતો લીલી ચટણી સાથે પીરસો.આ કચોરી તમે 15 દિવસ સુધી ખાઈ શકો છો.
સુકી કચોરી કોઈ પણ મીઠાઈ સાથે સ્વાદિષ્ટ લાગે છે. તેને નાસ્તામાં ઉપયોગમાં લઈ જઈ શકાય છે.