'પરી'નાં સહ-નિર્માતાએ આપ્યો પાકિસ્તાનને સણસણતો જવાબ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘પરી’નાં સહ-નિર્માતાએ આપ્યો પાકિસ્તાનને સણસણતો જવાબ

‘પરી’નાં સહ-નિર્માતાએ આપ્યો પાકિસ્તાનને સણસણતો જવાબ

 | 5:48 pm IST

ફિલ્મ ‘પરી’ની સહ-નિર્માતા પ્રેરણા અરોડા પાકિસ્તાનમાં પોતાની ફિલ્મ પર પ્રતિબંધ લાગવાને કારણે અચરજમાં છે. પ્રેરણાએ કહ્યું કે, દુષ્ટતાનો કોઇ ધર્મ નથી હોતો. આ ફિલ્મને ધાર્મિક આસ્થાની વિરુદ્ધની ગણાવીને પાકિસ્તાનમાં રોક લગાવવામાં આવી છે. પાકિસ્તાન સેંસર બોર્ડના પ્રમુખ મુબાશિર હસનનાં જણાવ્યા અનુસાર “CBFCની પેનલે પોતાની સમીક્ષામાં ‘પરી’ ફિલ્મને અયોગ્ય ગણાવી છે, કારણ કે આ તાજેતરનાં CBFCનાં નિયમ-કાયદાની વિરુદ્ધ છે. આ ફિલ્મનાં કેટલાક સંવાદો અને દ્રશ્ય ધાર્મિક, સામાજિક અને નૈતિક આદર્શોની વિરુદ્ધ છે.”

ફિલ્મની મુખ્ય અભિનેત્રી અનુષ્કા શર્માનાં બેનર ક્લિન સ્લેટની સાથે મળીને ફિલ્મનું નિર્માણ કરનારી ક્રિઅર્જ એન્ટરટેઇનમેન્ટની પ્રેરણાએ કહ્યું કે, “એવું લાગે છે કે પાકિસ્તાન સેન્સર બોર્ડ વગર વિચાર્યે નિર્ણય લઇ રહ્યું છે. અમે એ વાતને કઇ રીતે સ્પષ્ટ કરીએ કે તેઓ ‘પરી’ને ઇસ્લામ વિરોધી કેમ માને છે? ફિલ્મમાં જે દુષ્ટાત્મા દર્શાવવામાં આવી છે તેનો કોઇ ધર્મ નથી.”

આપને જણાવી દઇએ કે ‘પરી’ 2 માર્ચે દેશભરમાં રિલીઝ કરવામાં આવી છે. દર્શકોએ ફિલ્મની વાર્તાને ઘણી પસંદ કરી છે. બૉક્સ ઑફિસ પર પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.

પ્રેરણાએ આગળ કહ્યું, “આ પહેલા મારા સહ-નિર્માણમાં બનેલી ફિલ્મ ‘પેડમેન’ને પણ ઇસ્લામ વિરોધી ગણાવીને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. હવે ‘પરી’ ઇસ્લામ વિરોધી છે. શું તેઓ ઇસ્લામ વિરોધી હોવું એટલે શું તેની વ્યાખ્યા કરી શકે છે? મને એ વાતમાં કોઇ શંકા નથી કે તેમને મારા બેનરની આગામી ફિલ્મ ‘પરમાણુ: ધ સ્ટોરી ઑફ પોખરણ’ પણ ઇસ્લામ વિરોધી નજર આવશે.” આપને જણાવી દઇએ કે ‘પરમાણુ’માં જૌન અબ્રાહમ અને ડાયના પેંટી મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મની વાર્તા 1998માં પોખરણમાં કરવામાં આવેલા પરમાણુ પરિક્ષણ પર આધારિત છે.