નાગાલેન્ડમાં પ્રથમ ભાજપ-એનડીપીપી સરકારની સાત માર્ચે શપથવિધિ - Sandesh
  • Home
  • India
  • નાગાલેન્ડમાં પ્રથમ ભાજપ-એનડીપીપી સરકારની સાત માર્ચે શપથવિધિ

નાગાલેન્ડમાં પ્રથમ ભાજપ-એનડીપીપી સરકારની સાત માર્ચે શપથવિધિ

 | 6:59 pm IST

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ચૂંટણી પરિણામ પછી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો ગઈ ગયો છે, પરંતુ નાગાલેન્ડમાં મંગળવારે જ ચિત્ર સ્પષ્ટ થયું છે. વર્તમાન મુખ્યપ્રધાન અને એનપીએફના નેતા ટી.આર. જેલિયાંગે અનાકાની પછી રાજીનામું આપ્યું છે.

જેલિયાંગના રાજીનામા પછી નાગાલેન્ડના રાજ્યપાલ પી.બી. આચાર્યે એનડીપીપીના નેતા નેફિયો રિયોની આગામી મુખ્યપ્રધાનપદે વરણી કરી છે. બંધારણના અનુચ્છેદ 164 (1) હેઠળ આ વરણી કરાઈ છે. રાજ્યપાલે રિયોને 15 માર્ચ સુધી બહુમતી પુરવાર કરવા જણાવ્યું છે.

જેલિયાંગે રાજીનામું આપવાની ના પાડતા રાજ્યમાં રાજકીય મડાગાંઠ સર્જાઈ હતી. જેલિંયાગને સરકાર રચવાનો ભારોભાર વિશ્વાસ હતો. હવે રાજ્યપાલ આચાર્યે પણ જેલિયાંગના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. તેમણે જેલિયાંગને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી પોતાની જવાબદારી નીભાવવાનું ચાલ રાખવા જણાવ્યું છે.

જેલિંયાગે ટવિટ કરી જણાવ્યું હતું કે આજે બપોરે તેમણે તેમના સમગ્ર પ્રધાનમંડળનું રાજીનામું રાજ્યપાલને સુપરદ કર્યું છે. ભવિષ્યમાં અમે સાથે રહીશું અને એક-બીજાને સહકાર આપીશું.

તેમણે બીજી ટ્વિટમાં નાગાલેન્ડની પ્રજાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હું વધુ એકવાર નાગાલેન્ડના મતદારોને જનાદેશ બદલ અભિનંદન પાઠવું છું. અમે તમારો સહકાર લેતા રહીશું અને રાજ્યમાં શાંતિ માટે સાથે મળી કામ કરીશું.

નાગાલેન્ડમાં શનિવારે પરિણામ જાહેર થયા પછી ભાજપ-એનડીપીપી ગંઠબંધને 32 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સુપરત કરી હતી. ત્યારપછી રાજ્યપાલે એનડીપીપીના નેતા નેફિયુ રિયોને સરકારની રચના કરવા આમંત્રણ આપ્યું હતું. જોકે વર્તમાન મુખ્યપ્રધાન અને એનપીએફના નેતા ટી.આર. જેલિયાંગ હોદ્દા પરથી રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો. રાજ્યપાલે તેમને પણ બહુમતી પુરવાર કરવા જણાવ્યું હતું.

નાગાલેન્ડમાં 60 સભ્યો ધરાવતી વિધાનસભામાં નાગા પીપલ્સ પાર્ટી (એનપીપી)ને 27 બેઠકો મળી છે, પરંતુ એનપીપીના પ્રમુખ જેલિંયાગે દાવો કર્યો હતો તેમને 29 ધારાસભ્યોનો ટેકો પ્રાપ્ત છે. બીજીબાજુ એનડીપીપીએ 17 અને ભાજપે 12 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બંને પક્ષો સાથે મળી ચૂંટણી લડ્યા હતાં.

નાગાલેન્ડમાં આ સાથે ભાજપ-એનડીપીપીએ સરકારની શપથવિધિ સાત માર્ચે થશે.