President Donald Trump Twitter Account Suspension By Indian American Vijaya Gadde
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટ્વિટર પર ટ્રમ્પની બોલતી બંધ કરવા પાછળ આ ભારતીય મહિલાનો હાથ, તેમણે જ લીધેલો નિર્ણય

ટ્વિટર પર ટ્રમ્પની બોલતી બંધ કરવા પાછળ આ ભારતીય મહિલાનો હાથ, તેમણે જ લીધેલો નિર્ણય

 | 5:14 pm IST
  • Share

અમેરિકાના રાષ્ટ્રપતિ (US President ) ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નો કાર્યકાળ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. તેમાં પણ ગત બુધવારે ઈલેક્ટોરલ વોટ (Electro Vote)ની ગણતરી વખતે હિંસાની ઘટનાએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. એક તરફ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ ચલાવીને તેમને સમય પહેલા જ પદભ્રષ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા (Social Media) કંપની ટ્વિટરે તેમનું એકાઉન્ટ જ સસ્પેન્ડ કરી દીધું.

ટ્રમ્પ પોતાની વાત કહેવા માટે સૌથી વધુ ટ્વિટરનો જ ઉપયોગ કરતા હતા. કંપનીના આ નિર્ણયની પાછળ 45 વર્ષના ભારતીય-અમેરિકન (Indian American) વિજયા ગડ્ડે (Vijaya Gadde) નો હાથ છે. વિજયા ગુડ્ડે જ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાના પક્ષમાં હતાં.

વિજયા કંપનીની મુખ્ય વકીલ છે. તેમણે જ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને પરમનેન્ટ સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરી હતી. ટ્વિટરે શુક્રવારે પહેલી વખત ટ્રમ્પનું હેન્ડલ સસ્પેન્ડ કર્યું હતું. કંપનીનું માનવું છે કે ટ્રમ્પે પોતાના ટ્વિટ દ્વારા US કેપિટલમાં લોકોની ભીડને ઉશ્કેરી અને ભીડને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. ત્યારપછી વિજયા સામે આવ્યા. તેમણે કહ્યું કે, ભવિષ્યામાં આવી ઘટના ફરી બને તેવું જોખમ છે, માટે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવાયું છે. કંપનીના લીગલ, પોલીસી એન્ડ ટ્રસ્ટ અને સેફ્ટી ઈશ્યૂના હેડ વિજયાએ સોશિયલ મીડિયા પર કંપનીની પોલિસી વિશે પણ માહિતી આપી હતી.

વિજયાનો જન્મ ભારતમાં થયો હતો. બાળપણમાં જ તે પરિવાર સાથે અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમના પિતા મેક્સિકોની એક ઓઈલ રિફાઈનરીમાં કેમિકલ એન્જિનીયર હતા. વિજયાએ ન્યૂ જર્સીમાં હાઈ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યો. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન કોર્નેલ યૂનિવર્સિટી અને ન્યૂયોર્ક યૂનિવર્સિટી લો સ્કૂલમાંથી કર્યું. લગભગ એક દાયકા સુધી એક લો ફર્મમાં કામ કર્યા પછી 2011માં તેઓ કોર્પોરેટર લોયર તરીકે ટ્વિટર જોડાયા હતા. તેમણે આ દરમિયાન કંપનીને આકાર આપવામાં મદદ કરી છે. દુનિયાના રાજકારણમાં ટ્વિટરની ભૂમિકા મહત્વની રહી છે, તેની પાછળ વિજયાને જ કારણ માનવામાં આવે છે.

ફોર્ચ્યૂન મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે વિજયા જ્યારે ઓવલ ઓફિસમાં હતી, ત્યારે ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોરસે ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. નવેમ્બર 2018માં તેમણે ભારતના PM નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. ડોરસેએ ભારત યાત્રા દરમિયાન દલાઈ લામા સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. ત્યારે વિજયા દલાઈ લામાનો હાથ પકડીને બન્ને વચ્ચે ઊભા હતા. વિજયાએ એ વખતે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તેમણએ અમુક મોટા અમેરિકન પબ્લિકેશનમાં સ્થાન મેળવ્યું. અમેરિકન કંપની પોલિટિકોએ તેમને સૌથી શક્તિશાળી સોશિયલ મીડિયા એક્ઝિક્યૂટિવ ગણાવ્યા હતા, જેમાં વિશે ઘણા ઓછા લોકો જ જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન