"ઉ.કોરિયા તરફથી હવે કોઈ પરમાણુ ખતરો નથી, ઓબામા શાંતિથી ઊંઘી જાય" - Sandesh
  • Home
  • Featured
  • “ઉ.કોરિયા તરફથી હવે કોઈ પરમાણુ ખતરો નથી, ઓબામા શાંતિથી ઊંઘી જાય”

“ઉ.કોરિયા તરફથી હવે કોઈ પરમાણુ ખતરો નથી, ઓબામા શાંતિથી ઊંઘી જાય”

 | 9:56 pm IST

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વદેશ પહોંચ્યાં બાદ કિમ જોંગ ઉન સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે ઉત્તર કોરિયા તરફથી પરમાણુ ખતરો ટળ્યો છે. ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ટોણો મારતાં કહ્યું કે તેમણે હવે શાંતિથી ઊંઘી જવું જોઈએ. બરાક ઓબામાએ ઉત્તર કોરિયાના વિવાદને સૌથી અઘરો ગણાવ્યો હતો.

ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે લાંબી યાત્રા બાદ પરત આવ્યો પરંતુ હવે બધાને સારું લાગે છે. ઉત્તર કરિયા તરફથી હવે કોઈ પરમાણુ ખતરો રહ્યો નથી. કિમ જોંગ ઉન સાથે મારી મુલાકાત શાનદાર રહી.ઉત્તર કોરિયામાં ભવિષ્યની ઘણી સંભાવનાઓ છે.

ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્યોંગયોંગ (ઉત્તર કોરિયાની રાજધાની) આવવાનું આમંત્રણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે હાસ્ય કરીને કિમનું આમંત્રણ સ્વીકાર્યું હતું. સિંગાપુરની હોટેલમાં લંચ પહેલાં લટાર મારતી વખતે કિમે ટ્રમ્પને ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ બાદ ટ્રમ્પે પણ કિમને અમેરિકા આવવાનું કહ્યું હતું. બંને નેતાઓએ એકબીજાના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. શિખર મંત્રણામાં કિમ જોંગે ડોનાલ્ડ ટ્રમ્પને પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ કરવાની ખાતરી આપી છે.