President of Owaisi's party AIMIM announces in Gujarat before local body elections
  • Home
  • Election
  • રાજ્યના રાજકારણના મોટા સમાચાર, સ્થાનિક ચૂંટણી પહેલા ઓવૈસીની પાર્ટીએ પ્રમુખની જાહેરાત કરી

રાજ્યના રાજકારણના મોટા સમાચાર, સ્થાનિક ચૂંટણી પહેલા ઓવૈસીની પાર્ટીએ પ્રમુખની જાહેરાત કરી

 | 10:39 am IST
  • Share

ગુજરાત (Gujarat)ના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આગામી સ્વરાજ્યની ચૂંટણી (Local Elections Gujarat) પહેલા AIMIMના પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ MLA સાબિર કાબલીવાલા (Former MLA Sabir Kabliwala) AIMIMના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ ઔવેસીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે, ત્યારે જમાલપુરના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા (Sabir Kabaliwala) ને AIMIM પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.

AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલે અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર શાબિર કાબલીવાલા સહિત કેટલાક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ વારીસ પઠાણ દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિર્દેશ પર તેઓ ગુજરાત આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગળ પાર્ટીની શું રણનીતિ રહેશે એ અંગે હાલ કઈ જણાવવામાં આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટુ વસાવા (Chhotu Vasava) ની BTP-ઓવેસીની AIMIM પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ વખતે આમ આદમી પાર્ટી (Aam Aadami Party) એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ બેઠકો પરથી લડવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો