President Ram Nath Kovind Speech Before Republic Day
  • Home
  • Featured
  • રાષ્ટ્રપતિનું સંબોધન, કહ્યું – સંઘર્ષ કરનારા યુવાઓ ગાંધીજીનાં સંદેશને યાદ રાખે

રાષ્ટ્રપતિનું સંબોધન, કહ્યું – સંઘર્ષ કરનારા યુવાઓ ગાંધીજીનાં સંદેશને યાદ રાખે

 | 8:40 pm IST

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રનાં નામે સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે કોઈપણ ઉદ્દેશ માટે સંઘર્ષ કરનારા લોકો ગાંધીજીનાં અંહિંસાનાં મંત્રને સદા યાદ રાખે. રાષ્ટ્રપતિની આ સલાહ એવા સમયે આવી છે જ્યારે સીએએનાં વિરોધમાં દેશનાં અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “રાષ્ટ્ર નિર્માણ માટે મહાત્મા ગાંધીનાં વિચાર આજે પણ સંપૂર્ણ રીતે પ્રાસંગિક છે. સત્ય અને અહિંસાનો તેમનો સંદેશ આપણા આજનાં સમયમાં ઘણો આવશ્યક છે. કોઈપણ ઉદ્દેશ માટે સંઘર્ષ કરનારા લોકો, ખાસ કરીને યુવાઓએ ગાંધીજીનાં અહિંસાનાં મંત્રને સદા યાદ રાખવો જોઇએ, જે માનવતાને તેમની અમૂલ્ય ભેટ છે.”

સત્તા પક્ષ અને વિપક્ષને કરી અપીલ

રાષ્ટ્રપતિએ દેશનાં વિકાસ માટે સત્તા-વિપક્ષને સાથે આવવાની અપીલ કરતા કહ્યું છે કે, “લોકશાહીમાં સત્તા અને વિરોધ પક્ષ બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. રાજનૈતિક વિચારોની અભિવ્યક્તિની સાથે સાથે દેશનાં સમગ્ર વિકાસ અને દેશવાસીઓનાં કલ્યાણ માટે બંનેએ સાથે મળીને આગળ વધવું જોઇએ. વિકાસ પથ પર આગળ વધતા આપણો દેશ અને આપણે બધા દેશવાસી વિશ્વ સમુદાયની સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી આપણું અને આખી માનવતાનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સમૃદ્ધશાળી બને.”

આજનાં યુવાઓમાં નવા ઉભરતા ભારતની ઝલક જોવા મળી રહી છે

તેમણે યુવાઓનાં સંબંધમાં કહ્યું, “આ સદીમાં જન્મેલા મોટા પ્રમાણમાં રાષ્ટ્રિય વિચાર-પ્રવાહમાં પોતાની ભાગેદારી નીભાવી રહ્યા છે. આપણી આગામી પેઢી આપણા દેશનાં આધારભૂત મૂલ્યોમાં ઊંડી આસ્થા રાખે છે. આપણા યુવાઓ માટે રાષ્ટ્ર સદૈવ સર્વોપરી રહે છે. મને આ યુવાઓમાં એક ઉભરતા નવા ભારતની ઝલક જોવા મળી રહી છે.”

અધિકારીનો સાથે યાદ કરાવી જવાબદારી

રાષ્ટ્રપતિએ અધિકારની સાથે જવાબદારીઓની યાદ અપવાતા કહ્યું કે, “આપણા સંવિધાને આપણને સ્વાધીન લોકશાહીનાં નાગરિક તરીકે કેટલાક અધિકાર આપ્યા છે, પરંતુ સંવિધાન અંતર્ગત જ આપણે તમામે એ જવાબદારી પણ લીધી છે કે આપણે ન્યાય, સ્વંત્રતા અને સમાનતા તથા ભાઈચારાનાં મૂળભૂત લોકશાહીનાં આદર્શો પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ રહીએ.”

આ વિડીયો પણ જુઓ: આસામને ભારતથી અલગ કરવાવાળા દેશદ્રોહી નિવેદન સામે આસામ સરકાર કરશે કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન